Homeટોપ ન્યૂઝImran Khan ની નેતાઓએ એક પછી એક ઈમરાનનો સાથ કેમ છોડ્યો?

Imran Khan ની નેતાઓએ એક પછી એક ઈમરાનનો સાથ કેમ છોડ્યો?

હિંસા એક બહાનું છે, રાજકીય ભવિષ્ય સાચવવાનું છે

પાકિસ્તાનમાં હજુ પણ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. 9 મેના રોજ જ્યારે પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી ત્યારે પાકિસ્તાનમાં હિંસાની આગમાં ભડકી ઉઠી હતી. પીટીઆઈ સમર્થકોએ ઠેર ઠેર વાહનોને આગ ચાંપી હતી. અનેક વિસ્તારોમાં આગ ફાટી નીકળી હતી. પાકિસ્તાનના રસ્તા તેમના સમર્થકોથી ભરેલા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. લશ્કરી એરબેઝ પર પણ આગચંપી કરવામાં આવી હતી.

કોર્ટે ઈમરાન ખાનને જામીન આપ્યા છે. આ પછી પણ સેના અને પોલીસે ઈમરાન ખાન પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેના ઘરની તલાશી લેવામાં આવી હતી. આર્મી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે તેના નજીકના મિત્રો ઈમરાન ખાનનો ટેકો છોડી રહ્યા છે. જ્યારે ઈમરાનને તેના નેતાઓની સૌથી વધુ જરૂર છે, ત્યારે જ તેમની પાર્ટીના નેતાઓ તેમનો સાથ છોડી રહ્યા છે.

ઈમરાન સરકારમાં માનવાધિકાર મંત્રી રહી ચૂકેલી શિરીન મજારી ખાન માટે ખાસ માનવામાં આવતી હતી. તેઓ રાજકીય જીવનમાંથી જ નિવૃત્ત થયા હતા. ઈમરાનના દરેક સાચા-ખોટાને યોગ્ય ઠેરવનાર ફવાદ ચૌધરીએ પણ એક દિવસ પહેલા જ ઈમરાન ખાનથી દૂરી લીધી હતી. આવા નામોની લાંબી યાદી છે. ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન, પંજાબ, સિંધ પ્રાંતના ઘણા નેતાઓએ પીટીઆઈ વડા સાથે સંબંધો તોડી નાખ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ તેમનું ભવિષ્ય છે. શિરીન મજારીની પાકિસ્તાન પોલીસે 12 મેના રોજ ધરપકડ કરી હતી. આ પછી તેની તબિયત લથડી હતી. પાર્ટી છોડીને શિરીને કહ્યું હતુંકે તે હવે તેના પરિવાર પર ધ્યાન આપવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે 9 અને 10 મેના રોજ થયેલી હિંસાથી તેનું દિલ તૂટી ગયું હતું.

વાસ્તવિકતા એ છે કે તમામ નેતાઓને હવે ઈમરાન ખાનનું ભવિષ્ય સાફ દેખાઈ રહ્યું છે. તેમને લાગે છે કે આર્મી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને ઈમરાન ખાનને જેલમાં મોકલવામાં આવશે તો શું થશે. ધીમે ધીમે પાકિસ્તાન સરકાર તેમની સામે કાર્યવાહી કરશે. તેમને જેલમાં પણ ધકેલી દેવામાં આવશે. કાદરી ટ્રસ્ટ માટે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમની સામે અન્ય ડઝનબંધ કેસ પણ નોંધાયેલા છે. એટલું જ નહીં તેના નજીકના લોકો પર પણ સિકંજો કસવામાં આવી રહ્યો છે. ઈમરાન ખાનનું રાજકીય ભાવિ અદ્ધરતાલ છે. પાર્ટી પતનની આરે છે. ડૂબતા વહાણમાં કોણ સવારી કરે? ઈમરાન ખાનની પાર્ટીની હાલત પણ આવી ડૂબતી જ જોવા મળી રહી છે. કોઈ તેમને સાથ આપવા તૈયાર નથી. પાકિસ્તાન સરકાર, સેના અને આઈએસઆઈ ઈમરાન વિરુદ્ધ છે.

દાયકાઓથી પાકિસ્તાનનો રિવાજ છે કે અહીં સરકાર તો રચાય છે, પરંતુ સરકારના મોટા નિર્ણયો સેના દ્વારા લેવામાં આવે છે. ઈમરાન ખાન આ રિવાજને બદલવા માંગતા હતા. પરિણામ એ આવ્યું કે ભૂતપૂર્વ આર્મી ચીફ બાજવા અને ઈમરાન જે એક સમયે એકબીજાના ખાસ હતા તેઓ કટ્ટર દુશ્મન બની ગયા. બંનેએ પોતપોતાની ગાદી છોડવી પડી. ભલે શિરીઝ મઝારી કહેતા હોય કે આર્મી હેડક્વાર્ટર, સંસદ અને સુપ્રીમ કોર્ટ જેવા પ્રતીકો પર હિંસાને કારણે તે પાર્ટી છોડી રહી છે, પરંતુ સત્ય એ છે કે હવે તે પણ ઈમરાન ખાનની હાલતથી ડરી ગઈ છે.

અત્યાર સુધીમાં 32 નેતાઓએ ઇમરાનનો સાથ છોડી દીધો છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ થયેલી હિંસાને કારણે તેમણે પાર્ટી છોડી હોવાનું જણાવ્યું હતું. તમામ નેતાઓએ પાર્ટી છોડવા પાછળ લગભગ આ જ કારણ જણાવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા આનાથી અલગ છે. દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યના જોખમ વિશએ ચિંતિત છે. તેઓને લાગે છે કે તેમની પણ ઇમરાન ખાન જેવી જ હાલત થશે. તેમની સામે પણ કેસ દાખલ કરવામાં આવશે, પછી તેમને જેલમાં મોકલવામાં આવશે. આનાથી તેમના રાજકીય, સામાજિક અને પારિવારિક જીવનને અસર થશે. આ ડરના માર્યા પીટીઆઈના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -