‘માસૂમ સવાલ’ના પોસ્ટર પર સર્જાયો વિવાદ!

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

કાલી ડોક્યુમેન્ટ્રી પર સર્જાયેલા વિવાદ બાદ વધુ એક ફિલ્મના પોસ્ટર પર હોબાળો થયો છે. પાંચમી ઓગસ્ટના રોજ રિલીઝ થનારી ફિલ્મ ‘માસૂમ સવાલ’ ના મેકર્સે કેટલાક પોસ્ટર્સ શેર કર્યા હતાં, જેમાં એક પોસ્ટરમાં સેનિટરી પેડ પર ભગવાન શ્રી કૃષ્ણની તસવીર જોતા સોશિયલ મીડિયા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર અને સ્ટારકાસ્ટ પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
વિવાદને વધતો જોઈને ફિલ્મ દિગ્દર્શક સંતોષ ઉપાધ્યાન અને એક્ટ્રેસ એકાવલી ખન્નાની પ્રતિક્રિયા સામે આવી છે. ડિરેક્ટરે આ અંગે જણાવ્યું હતું કે, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. એકાવલીએ જણાવ્યું હતું કે, સૌથી પહેલાં, મને પોસ્ટરને મળેલી પ્રતિક્રિયા અંગે કંઈ જ ખબર નથી, પરંતુ જો આવું કંઈ થયું હોય તો હું માત્ર એટલું જ કહીશ કે મેકર્સનો આવો કોઈ ઈરાદો નથી. આ ફિલ્મનો એક માત્ર હેતુ ટેબુ તોડવાનો તથા દૃષ્ટિકોણ બદલવાનો છે. આ પેઢીમાં મહિલાઓ પર કારણ વગર થોપવામાં આવતા અંધવિશ્વાસ તથા કુરિવાજો માટે કોઈ જગ્યા નથી. હું ફિલ્મમાં વકીલના રોલમાં છું. વકીલ તરીકે તે ફિલ્મમાં એક બાળકીના સંઘર્ષ પર સમાજના નિયમો વિરુદ્ધ તથા પરિવારની સામે લડવામાં મદદ કરે છે. ફિલ્મની પૂરી વાર્તા આ બાળકીની જર્ની અંગે છે અને એક વકીલ તરીકે તે સપોર્ટ કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.