મુંબઇ: ‘ભારત છોડો’ આંદોલનની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે મંગળવારે મુંબઇમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારતની સ્વતંત્રતાની લડતના ઇતિહાસમાં આ ચળવળ એક મુખ્ય સીમાચિહનરૂપ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અન્ય શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મુંબઇના ઓગસ્ટ ક્રાંતિ મેદાનથી જ મહાત્મા ગાંધીએ આઝાદી માટે ‘કરો યા મરો’ની ઘોષણા કરી હતી. નાગરિકોએ સવારે ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પહોંચીને ‘ગાંધી સ્મૃતિ સ્તંભ’માં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ઓગસ્ટ, ૧૯૪૨માં મહાત્મા ગાંધીની તાત્કાલિક આઝાદીની હાકલ કરતી ચળવળ મુંબઈના ગોવાલિયા ટેન્કથી શરૂ કરવામાં આવી હતી. આ સ્થળ ઐતિહાસિક પ્રસંગ સાથે સંકળાયેલું હોવાને કારણે ‘ઓગસ્ટ ક્રાંતિ મેદાન’ તરીકે ઓળખાય છે.
(પીટીઆઇ)

Google search engine