Homeઆમચી મુંબઈપુત્રવધૂને ઘરના કામ કરવા માટે કહેવું એ ક્રૂરતા નથી, નોકર સાથે સરખામણી...

પુત્રવધૂને ઘરના કામ કરવા માટે કહેવું એ ક્રૂરતા નથી, નોકર સાથે સરખામણી કરી શકાય નહીં: બોમ્બે હાઈકોર્ટ

મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો કોઈ પરિણીત મહિલાને પરિવાર માટે ઘરનું કામ કરવાનું કહેવામાં આવે, તો તેને નોકરાણીની જેમ કામ કરવાનું માની શકાય નહીં કે તેને ક્રૂરતા ગણી શકાય નહી.
મહિલાને ઘરના કામ કરવા માટે કહેવું ક્રૂરતા સમાન નથી. જો મહિલાને કામ કરવું પસંદ ન હોય તો તેણે લગ્ન પહેલા આ વાત કહી દેવી જોઇએ જેથી વરરાજા પોતે જ લગ્ન વિશે પુનર્વિચાર કરી શકે અથવા જો તે લગ્ન પછી હોય, તો આવી સમસ્યાનું સમાધાન થવું જોઈએ., એમ જણાવી હાઈકોર્ટના જસ્ટિસ વિભા કંકણવાડી અને જસ્ટિસ રાજેશ એસ પાટીલની ડિવિઝન બેંચે આઈપીસીની કલમ 498A હેઠળ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરી હતી.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ડિસેમ્બર 2019માં તેના લગ્નના લગભગ એક મહિના બાદથી તેના પતિ અને સાસરિયાઓ દ્વારા તેની સાથે નોકરાણી જેવું વર્તન કરવામાં આવ્યું હતું.સાસરિયાવાળાઓએ ફોર વ્હીલર ખરીદવા માટે તેની પાસેથી 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે તેણે જણાવ્યું કે તેના પિતા પાસે પૈસા નથી, ત્યારે તેના પતિએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.
કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે મહિલાએ માત્ર એટલું જ કહ્યું હતું કે તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, પરંતુ તેની ફરિયાદમાં આવા કોઈ ચોક્કસ કૃત્યનો ઉલ્લેખ કર્યો નથી. કોર્ટે કહ્યું કે જો કોઈ પરિણીત મહિલાને પરિવાર માટે ઘરનું કામ કરવા માટે કહેવામાં આવે તો તેની તુલના ઘરેલુ મદદના કામ સાથે ન કરી શકાય. કોર્ટના મતે જો મહિલાને ઘરના કામ કરવામાં રસ ન હોય તો તેણે લગ્ન પહેલા સ્પષ્ટતા કરવી જોઈએ, જેથી પતિ-પત્ની બનતા પહેલા લગ્ન પર પુનર્વિચાર કરી શકાય. કોર્ટના મતે, જો કોઈ મહિલા લગ્ન પછી કહે છે કે તે ઘરના કામ કરવા માંગતી નથી, તો સાસરિયાઓએ આ સમસ્યાનો જલ્દી ઉકેલ શોધવો જોઈએ.

RELATED ARTICLES

Most Popular