Homeસ્પેશિયલ ફિચર્સબોરિંગ બની ગઈ છે મેરિડ લાઈફ? આ રીતે બનાવો હેપ્પી એન્ડ હેપનિંગ

બોરિંગ બની ગઈ છે મેરિડ લાઈફ? આ રીતે બનાવો હેપ્પી એન્ડ હેપનિંગ

રિલેશનશિપ… પછી એ કોઈ પણ રિલેશનશિપ કેમ ના હોય તેમાં ચઢાવ-ઉતાર તો આવ્યા જ કરે. શરૂઆતમાં બે વ્યક્તિ વચ્ચે અખૂટ પ્રેમ ભલે હોય, પણ એક સમય એવો આવી જ જાય છે કે જ્યારે એ પ્રેમમાં ઓટ આવી જાય છે. સંબંધોમાં સ્થિરતા આવવા લાગે છે, પણ જીવનમાં પ્રેમની બાદબાકી થઈ જાય છે. આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી ટિપ્સ વિશે કે જેને અમલમાં મૂકીને તમે તમારી બોરિંગ થઈ ગયેલી મેરિડ લાઈફને ફરી સ્પાઈસી અને હેપનિંગ બની જશે.
લગ્નના થોડાક વર્ષો સુધી કપલ્સ વચ્ચે ખૂબ જ પ્રેમ, કેર, અટેન્શન, અફેક્શન જોવા મળે છે, પણ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ સંબંધોમાં એક પ્રકારની બોરિયત આવી જાય છે અને કપલ્સને એવું લાગે છે કે તેમની મેરિડ લાઈફ એકદમ બોરિંગ થઈ ગઈ છે. જો તમારા સંબંધોમાં પણ આવી બોરિયત આવી ગઈ છે તો અહીં આર્ટિકલમાં કેટલીક એવી ટિપ્સ આપીશું કે જે તમારા લગ્નજીવનને ફરી એક વખત હેપ્પી, હેપનિંગ અને રોમાન્સથી ભરપૂર બનાવી દેશે…

ખૂદ પે ગૌર ફરમાઈયે હુઝુર…
લગ્નના થોડા વર્ષો પછી અને ક્યારેક મહિનાઓ પછી જ લોકો આ વાતની કાળજી રાખવાનું છોડી દે છે અને એમાં પણ ખાસ કરીને મહિલાઓના કેસમાં આવું બને જ છે. બંને પાર્ટનર એવું માનવા લાગે છે કે તેઓ તેમના પાર્ટનરને તો ગમી જ રહ્યા છે તો હવે એક્સ્ટ્રા કેર કરવાનો શું મતલબ? એક રીતે જોવા જઈએ તો આ સાચું પણ છે, પરંતુ તમે તમારી જાતનું ધ્યાન રાખવાનું બંધ કરી દો છો એટલે તમારા પાર્ટનર માટે તમારી અંદર પ્રેમ શોધવાનું અઘરું થઈ જાય છે. તમે તમારી જાતને જેટલી વધુ સુંદર રાખશો, તેટલા જ તમે તમારા પાર્ટનરને પણ આકર્ષિત કરી શકશો અને તમારા સંબંધમાં ચાર્મ જળવાઈ રહેશે.

ફોર અ ચેન્જ કેન્ડલ લાઈટ ડિનર કે મૂવી નાઈટ હો જાયે…
લગ્ન પછી એવું લાગે છે કે આપણે દરરોજ સાથે જ રહીએ છીએ તો ડેટ પર જવાની શું જરૂર છે? પરંતુ આ સૌથી મોટી ગેરસમજ છે. લગ્ન બાદ પણ તમારે દર મહિને અથવા પંદર દિવસે એકાદ વખત ડેટ પર જવાનો પ્લાન બનાવવો જોઈએ. તમે આ ડેટ માટે બહાર પણ જઈ શકો છો, ઘરે કેન્ડલ લાઈટ ડિનર અથવા રોમેન્ટિક મૂવી નાઈટ પણ પ્લાન કરી શકો છો, પસંદગી તમારી છે.

ડાંટો મગર પ્યાર સે…
જ્યારે તમે તમારી પત્ની અથવા પતિને વાત-વાત પર ટોકો અથવા તેમની ભૂલો જ બતાવતા રહો છો તો તેની અસર તમારા સંબંધો પર પણ પડે છે. સુખી જીવન માટે તે જરૂરી છે કે પાર્ટનર નાની ભૂલો પર એકબીજાનો મૂડ ન બગાડે અને એકબીજાની ખરાબ ટેવો સ્વીકારવાનો પ્રયાસ કરે. ફરિયાદોને પ્રેમ પર હાવી ન થવા દો. જો કોઈ ભૂલ હોય તો પાર્ટનરને પ્રેમથી સમજાવો, તેનાથી વિવાહિત જીવનમાં ઝઘડા ઓછા થશે અને ખુશીઓ આવશે.

બાત કરને સે હી તો બાત બનેગી…
ઓફિસ જવું, ઘરે આવ્યા પછી ફોનમાં લાગી જવું અને જમ્યા પછી સૂઈ જવાને જ તમારો રૂટિન ન બનાવો. એકબીજા સાથે વાત કરો અને તમારા દિવસની નાની-મોટી બધી વાતો શેર કરો.
સાથ મિલ કે કુછ તુફાની કિજિયે જનાબ
તમે બંને સાથે મળીને કોઈ શોખ અથવા હોબી પસંદ કરી શકો છો, જેમ કે યોગ, ડાન્સ, ફોટોગ્રાફી કે બીજું કંઈક. આનાથી તમારી પાસે ચર્ચા કરવા માટે હંમેશા કંઈક નવું હશે અને તમે એકસાથે કંટાળાનો અનુભવ નહીં કરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -