Homeસ્પેશિયલ ફિચર્સદેવઉઠી અગિયારસ પછી ગુંજશે શહેનાઇ, નવેમ્બરથી માર્ચ સુધીના વિવાહ મુહૂર્ત જાણો

દેવઉઠી અગિયારસ પછી ગુંજશે શહેનાઇ, નવેમ્બરથી માર્ચ સુધીના વિવાહ મુહૂર્ત જાણો

આ વર્ષે 4 નવેમ્બરના રોજ દેવઉઠી અગિયારશ આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી બહાર આવશે. ત્યાર બાદ ચાર મહિનાથી બંધ પડેલા માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે. જોકે, આ વર્ષે 20 નવેમ્બર સુધી લગ્ન માટે કોઇ મુહૂર્ત નથી. નવેમ્બરથી માર્ચ સુધીના લગ્નના શુભ મુહૂર્ત આ મુજબ છે.
નવેમ્બરઃ
21 નવેમ્બરથી શુક્રના ઉદયની સાથે જ શરણાઇના સૂર રેલાવા માંડશે. લગ્નનું પહેલું મુહૂર્ત 21 નવેમ્બરના રોજ છે. ત્યાર બાદ 24 નવેમ્બર, 25 નવેમ્બર અને 27 નવેમ્બરના દિવસ લગ્ન માટે સારા રહેશે.
ડિસેમ્બરઃ
આ મહિનામાં લગ્ન માટે પહેલું મુહૂર્ત બીજી ડિસેમ્બર અને ત્યાર બાદ 7, 8 અને 9 ડિસેમ્બરે લગ્નના મુહૂર્ત રહેશે.
જાન્યુઆરી-2023
જાન્યુારી 2023ના પ્રથમ સપ્તાહમાં લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત રવિવાર 15 જાન્યુઆીનું છે. ત્યાર બાદ 18, 25,26, 27 અને 30, 31 જાન્યુારીના રોજ લગ્ન માટેના શુભ મુહૂર્ત છે.
ફેબ્રુઆરી – 2023
વર્ષ 2023નો બીજો મહિનો લગ્ન માટેની શુભ તારીખઓથી ભરેલો છે. આ મહિને 7, 9, 10, 12, 13, 14, 22, 23 અને 28 જેવી તારીખો લગ્ન માટે શુભ છે.
માર્ચ – 2023
માર્ચ મહિનામાં લગ્નની કુલ ચાર શુભ તિથિઓ છે. માર્ચ મહિનામાં 6, 9, 11 અને 13 માર્ચ લગ્ન માટે શુભ રહેશે

RELATED ARTICLES

Most Popular