Homeદેશ વિદેશએફએન્ડઓની એક્સપાયરીને કારણે બજાર અસ્થિર રહેશે, કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વનું!

એફએન્ડઓની એક્સપાયરીને કારણે બજાર અસ્થિર રહેશે, કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વનું!

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ચાર સત્રના ા સપ્તાહ દરમિયાન શેરબજાર એફએન્ડઓની એક્સપાઇરીને કારણે બજાર અસ્થિર રહેશે, જોકે બજારની ચાલનો આધાર કોર્પોરેટ ક્ષેત્રના પરિણામો, વૈશ્ર્વિક વલણો અને વિદેશી રોકાણકારોની ગતિવિધી પર રહેશે, એવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. ગુરુવારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રજા હોવાને કારણે સપ્તાહ ચાર સત્રનું હોવાથી ફ્યુયર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં ચાલુ મહિનાનું વલણ પૂરુ થઇ રહ્યો હોવાથી વોલેટાલિટી વધશે. ગ્લોબલ માર્કેટમાં હાલ તો કોઇ ટ્રીગર નથી, એફઆઇઆઇની વેચવાલી પાછલા કેટલાક સત્રથી ધીમી પડી છે. જોકે સંસ્થાકીય રોકાણ પ્રવાહ બજારની ચાલ નિર્ધારિત કરવામાં મહત્ત્વનો રહેશે.
કોર્પોરેટ ક્ષેત્રના ત્રિમાસિક પરિણામ મહત્ત્વના: કોર્પોરેટ ક્ષેત્રના પરિણામ આવી રહ્યં હોવાથી શેરલક્ષી અને ક્ષેત્રલક્ષી કામકાજ જોવા મળશે. આ સપ્તાહે એક્સિસ બેન્ક, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ડીએલએફ, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને વેદાંતાના પરિણામ જાહેર થશે. કોર્પોરેટ મોરચે જેટ ફ્રેઈટ લોજિસ્ટિક્સ રૂ. ૩૭.૭૦ કરોડના રાઈટ્સ ઈશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી છે. કંપનીએ રાઇટ્સ હક મેળવવા માટે હકદાર ઇક્વિટી શેરધારકોને નક્કી કરવાના હેતુથી ૧૧ જાન્યુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. કંપનીના રાઇટ્સ ઇશ્યૂની કિંમત શેર દીઠ રૂ. ૧૬.૨૫ છે. ભરણું ૩૧ જાન્યુઆરીએ બંધ થશે.
બજેટ પર પણ નજર: રોકાણકારોની નજર બજેટ પર પણ રહેશે એને તેની અપેક્ષા અટકળોની અસર જોવા મળશે. એસવીપી ગ્લોબલ ટેક્સટાઈલ્સે ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૩૦૧.૮૧ કરોડની કુલ આવકો નોંધાવી છે, જે પાછલા વર્ષની સમાનગાળાના રૂ. ૨૯૪.૧૦ કરોડની સામે ૨.૬૨ ટકાનો વૃદ્ધિ દર્શાવે છે. એબિટા રૂ. ૭૫.૮૩ કરોડ રહી હતી જે ૨૦૨૩ના બીજા ત્રિમાસિક ગાળાની રૂ. ૩૮.૭૫ કરોડની સામે ૯૫.૭ ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ રૂ. ૨૦.૩૫ કરોડની ખોટ ઘટાડીને ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૫.૫૪ કરોડ નોંધાવી છે.
રિલાયન્સના પરિણામની અસર: બજાર પહેલા દિવસે પાછલા સપ્તાહે રિલાયન્સે રજૂ કરેલા પરિણામને પ્રતિાક્રયા આપશે. આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેન્ક અને કોટક બેન્કના શેરમાં પણ અસર જોવા મળશે. ગ્રેડિયન્ટ ઇન્ફોટેનમેન્ટ લિમિટેડે મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં ૧૧ અબજ રૂપિયાના ખર્ચ સાથે મોટેપાયે વિસ્તરણ અને વૈવિધ્યકરણ યોજના શરૂ કરી છે. આ વ્યૂહાત્મક પગલાના એક મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે કંપની ઓવર-ધ-ટોપ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે અને એપ્લિકેશન વિકસાવવામાં આવી છે, જે જાન્યુઆરી ૨૦૨૩ના અંત સુધીમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. સ્થાનિક એરોસોલ માર્કેટનું મૂલ્ય હાલમાં આશરે એયુએમ ધોરણે ૬૦૦ મિલિયન ડોલર છે અને ૨૦૩૦ સુધીમાં રેવેન્યૂ ૧.૩ બિલિયન સુધી પહોંચવાની શક્યતા છે. પર્સનલ કેર અને ઓટોમોબાઈલ ઉદ્યોગને કેટર કરતા એરોસોલ ઉદ્યોગને સમર્પિત ભારતનો એકમાત્ર ટ્રેડ શો, ઇન્ડિયા એરોસોલ્સ એક્સ્પોની પાંચમી આવૃત્તિ ૨૦થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન દિલ્હી ખાતે યોજાશે. દર બે વર્ષે આયોજિત ભારતનું આ એકમાત્ર મેઇનસ્ટ્રીમ પ્લેટફોર્મ છે જે એરોસોલની એન્ડ પ્રોડક્ટ્સ તેમ જ ઇન્ટરમિડિયેટ્સ સાથે સંબંધિત પ્રોડક્ટ્સ, ટેક્નોલોજી અને મશીનરી પ્રદર્શિત કરે છે.
ઈથોપિયાની નેશનલ બેન્કે કરન્સી નિયંત્રણ હળવા કર્યા: ઈથોપિયાની નેશનલ બેન્કે કરન્સી નિયંત્રણ હળવા કર્યા છે. ઈથોપિયામાં ઘણા સમયથી કરન્સીની કટોકટી ચાલી રહી છે અને કરન્સીની અછતને કારણે એ દેશમાં ખાસ કરીને વિદેશના ઉદ્યોગોને આયાત અને નિકાસની કામગીરી પાર પાડવામાં સારી એવી મુશ્કેલી થઈ રહી છે. તાજેતરમાં ઈથોપિયાની નેશનલ બેન્કના ડીરેક્ટરની ફેરબદલ બાદ નવા ડીરેક્ટરની નિયુક્તિ થતા તેમણે કરન્સી રીલીઝ કરવાના આદેશ આપ્યા છે. આ આદેશનો સૌથી પહેલો લાભ ભારતની મુંબઈ સ્થિત ફાર્મા કંપની કીલીચ ડ્રગ્સને મળ્યો છે. કરન્સી છુટા થવાને કારણે કંપનીને તેના આ આફ્રિકન દેશમાં નિર્ધારિત આયોજનો આગળ વધારવામાં ઘણી રાહત થઈ છે. કરન્સી રીલીઝ કરવાના આદેશને પગલે કીલીચ ડ્રગ્સના ૭.૫૦ લાખ ડોલર છુટા થયા છે અને કંપનીએ વધુ ચાર લાખ ડોલર મોકલીને ત્યાના ઉત્પાદન એકમનું કામ આગળ વધારવાનું આયોજન નક્કી કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular