મરીઝ

આજે આટલું જ -શોભિત દેસાઈ

અણીશુદ્ધ ગઝલ દ્વારા ખરીદાઇ જવું છે
પચ્ચીસમી તારીખે મરીઝાઇ જવું છે
સાર એટલો જ છે ‘મરીઝ: મારી દૃષ્ટિએ’નો કે ૨૨ ફેબ્રુઆરી એમનો ૧૦૬મો જન્મદિવસ… એટલે મને એ જેવા સમજાયા હતા એવા હું એમને રજૂ કરવાનો છું, સાવ થોડાક મિત્રો સામે, ૨૫ ફેબ્રુઆરીએ… ખાનગીમાં… ગુજરાતી ગઝલના એ ધન્ય સમયની ૧૦૬મી જ્ન્મજયંતીના નિમિત્તે…
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી
અરે !!! વિશેષણ કયા જતાં રહ્યાં છે બધા? !…અને જે ખોટાં વિશેષણની બોલબાલા રહી એમની હયાતી દરમિયાન અને પછી તો જે એમની મરણોત્તર પ્રતિષ્ઠા પર છોગું બનીને તરવા લાગ્યું એ મંજૂર નથી મને… એમણે પોતે કહ્યું હતું કે એ હું નથી જ નથી! એ ગુજરાતના ગાલિબ નહોતા જ નહોતા… હવે?… હવે શું કરીશું?!…
તો ચાલો, શરૂઆત કરીએ… એમની વિદાય વખતના મારા વંદન-લેખની પંક્તિઓથી …
તારીખ ૧૯-૧૦-૧૯૮૩… કુર્લાનું કબ્રસ્તાન આજે બાગ બાગ મહેંકી રહ્યું છે! ગુજરાતી ગઝલની ધોધમાર દોમદોમ ખુશ્બૂ દટાઇ રહી છે આજે તો !!!
લલિત વસ્તુ ને સંગત જોઇએ કોમળ હવા જેવી
પવનની પીઠ પર ખુશ્બૂઓ વિસ્તરતી નથી હોતી
અબ્બાસ વાસી ‘મરીઝ’ તે સોનાબહેનના પતિ, તે માહસીન અને લુલવાના પિતા, તે ગરીબીના જિગરી દોસ્ત, તે કવિતાના ક્ષેત્રમાં ગઝલ તરફનો આદરભાવ, તે લાખો હૈયામાં વસનાર માત્ર છેલ્લાં બે વરસ પહેલાં એટલે કે ૧૯૮૧ના નવેમ્બર મહિનામાં રૂ. ૭૧,૦૦૦નું માતબર માનધન પામનાર અમર્યાદ ઉર્ધ્વગામી સર્જક દેવલોક પામ્યા છે… જન્નતશીન થયા છે, ત્યારે એમની કબર ઉપર આ પુષ્પો મળી આવ્યાં છે. જેમ વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટમાંથી ત્રણ ઠ ગયા-ઠયયસત, ઠફહભજ્ઞિિંં ફક્ષમ ઠજ્ઞયિહહ, એમ ગુજરાતી ગઝલમાંથી મરીઝના જવાની સાથે ત્રણ ‘સ’ ગયા: સરળતા, સાર્વજનિકતા અને સનાતનતા.
સરળતા:
એને મારા પ્રેમ પર શંકા પડી
મેં તરત માની લીધો ઇન્કારને
સાર્વજનિકતા:
નિષ્ફળ પ્રણયનો એ જ દિલાસો રહી ગયો,
ચાહું છું તું સુખી નથી એવી ખબર મળે
સનાતનતા:
ના માગ એની પાસે ગજાથી વધુ જીવન
એક પળ એ એવી દેશે – વિતાવી નહીં શકે!
આજે તો એ દિવસનેય ત્રેંતાલીસ વરસ થઇ ગયાં છે અને રૂમઝુમ, ઝાલર-ઘંટડીઓના કર્ણમંજુલ રવથી શ્રુતિ તૃપ્ત કરતી એમની ૧૦૬મી જન્મજયંતી આવી પહોંચી છે… ત્યારે એમની સાથેના મેં… શોભિત દેસાઇએ ગાળેલા અત્યંત ખાનગી સમયને મારે જાહેર કરવો છે, ઈંઙક (ઈંક્ષયિંક્ષિફશિંજ્ઞક્ષફહ ઙજ્ઞયિિું કયફલીય)ની ટજ્ઞહીક્ષફિિું ઉશતભહજ્ઞતીયિ જભવયળય હેઠળ…
મરીઝે કવિતાના ધુમાડાને બાચકા ભરી-ભરીને દૂર કર્યો અને કલ્પન, પ્રવાહિતા, શબ્દ ગોઠવણી અને નાટ્યાત્મકતાનું નિર્મળ વાતાયન કવિતામાં આણ્યું અને કવિતાના ડરપોક, યુદ્ધભીરુ સ્વભાવને યુદ્ધથી પલાણ્યો… એક વાત ચોક્કસ… આપણે યુદ્ધભીરુ પ્રજા તો ખરી જ… અને આપણા એ જ કુસંસ્કાર આપણી કવિતામાં પણ આવ્યા… અચ્છા, આપણે યુદ્ધથી કેમ ડરીએ છીએ ખબર છે? કારણ કે આપણે મરવાથી ડરીએ છીએ… અને જે પ્રજા મરવાથી ડરતી હોય એ પ્રજાને બહુ ઊંડાણથી તપાસીએ તો એ જીવવાથી પણ ડરતી હોય છે… તો આવો આપણે બધ્ધા… અમે ભાવજગતના અને તમે વસ્તુજગતના, મરીઝ પાસેથી, એમની ૧૦૬મી જન્મજયંતી નિમિત્તે આપણી જાતની રોજ થોડી થોડી અણી કાઢીને યુદ્ધ માટે સક્ષમ બનવાનું શીખીએ… ઝવફિં ૂજ્ઞીહમ બય વિંય યિફહ િિંશબીયિં જ્ઞિં વશળ
સપના ઉછેરવાના શોખની એક હકારાત્મક વિશિષ્ટતા એ છે કે કોઇ પણ ખર્ચા વગર એ થઇ શકે છે! મારું પણ એક સપનું છે કે ગુજરાતી ભાષા, પ્રજા અને રાજ્યનું શાશ્ર્વત ગૌરવ પરમ આદરણીય મોદીસાહેબ પ્રમુખસ્થાને હોય… સામે ૨૦-૨૫ લાખ આપ સૌ બેઠા હો… હું મરીઝ ના શેર બોલતો હોઉં અને ઉપરથી મરીઝ પુષ્પવૃષ્ટિ કરતા હોય…
આજે આટલું જ…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular