આજે 27મી ફેબ્રુઆરી એટલે મરાઠી ગૌરવ દિવસ…મહારાષ્ટ્રના જ્યેષ્ઠ કવિ વિષ્ણુ વામન શિરવાડકર ઉર્ફે કુસુમાગ્રજનો જન્મદિવસ અને આ જ કારણસર આજના આ દિવસને જ મરાઠી ભાષા ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે હંમેશાથી જ એક અલગ અને અનોખો સુમેળ જોવા મળ્યો છે. એટલું જ નહીં ગુજરાતી ભાષાએ આપણી માતૃભાષા છે તો મરાઠીએ એ આપણી માસી જ થાય… કવિ કુસુમાગ્રજની સ્મૃતિઓનું અભિવાદન કરવા માટે 27મી ફેબ્રુઆરીને મરાઠી ભાષા ગૌરવ દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય 21મી જાન્યુઆરી, 2013માં મહારાષ્ટ્ર સરકારે લીધો હતો.
દર વર્ષે આજના દિવસે મરાઠી ભાષા ગૌરવ દિવસ સેલિબ્રટ કરવામાં આવે છે. ભારતમાં મરાઠી ભાષિકોની સંખ્યા ત્રીજા નંબર પર છે અને મહત્ત્વની વાત એટલે પોતિકી લાગતી અને મોટા પ્રમાણમાં બોલાતી ભાષા મરાઠી છે.
મરાઠી ભાષા માટે એવું પણ કહેવાય છે કે આ ખૂબ જ વળાંકદાર અને જેમ ફરાવો એમ ફરાવી શકાય એવી ભાષા છે. વ્યંગાત્કમ વિચારો રજૂ કરવાનો પણ એક અનોખો અંદાજ છે. સો મહારાષ્ટ્રમાં રહેતાં દરેક મરાઠીભાષાપ્રેમીને મરાઠી ભાષા ગૌરવ દિવસા ચ્યા મનાપાસુન હાર્દિક શુભેચ્છા…
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વીટર પર લોકોને મરાઠી ભાષા ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
27મી ફેબ્રુઆરી, મરાઠી ભાષા ગૌરવ દિવસઃ મરાઠી ભાષા દિવસ ચ્યા હાર્દિક શુભેચ્છા…
RELATED ARTICLES