ઇન્ડોનેશિયાની રાજધાનીમાં શુક્રવારે ઓઈલ ડેપોમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ નજીકના વિસ્તારોમાં ફેલાઈ ગયા બાદ નજીકના વિસ્તારોમાં રહેતા હજારો રહેવાસીઓને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી.
રાજ્યની તેલ અને ગેસ કંપની પર્ટામિના દ્વારા સંચાલિત ઓઇલ ડેપો, ઉત્તર જકાર્તામાં તનાહ મેરાહ વિસ્તારમાં ગીચ વસ્તીવાળા વિસ્તારની નજીક આવેલો છે. તે ઇન્ડોનેશિયાની ઇંધણની 25 ટકા જરૂરિયાતો પૂરી પાડે છે.
180 અગ્નિશામકો અને 37 ફાયર એન્જિન આસપાસના વિસ્તારમાં આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહ્યા છે, એમ ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું. ઘટનાસ્થળની મુલાકાત લેનાર આર્મી ચીફ જનરલ ડુડુંગ અબ્દુરચમને જણાવ્યું હતું કે આગમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા છે અને 42 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાના કેટલાક ગંભીર રીતે દાઝી ગયા છે.