મુંબઈઃ ચીનમાં કોરોનાના બીએફ.7 વેરિયન્ટનું જોર વધી રહ્યું હોઈ ફરી એક વખત દેશમાં નાગરિકોને સતર્ક રહેવાની ભલામણ કરવામાં આવી છે. આ જ અનુસંધાનમાં નાગરિકોને બુસ્ટર ડોઝ લેવાનું આહવાન પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે, પણ ચોંકાવનારી બાબત તો એ છે કે 90 લાખ નાગરિકોએ બુસ્ટર ડોઝ લીધા જ નથી. માત્ર 16 ટકા મુંબઈગરાઓએ જ ડોઝના સેશન પૂરા કર્યા હોવાની માહિતી પણ પ્રકાશમાં આવી છે. મુંબઈમાં કોવિશિલ્ડ અને કોર્બોવેક્સ વેક્સિનના ડોસ ઉપલબ્ધ નથી. કોવેક્સિનના છથી સાત હજાર ડોઝ ઉપલબ્ધ છે. માગણી વધશે તો વેક્સિનની ઉપલબ્ધતા વધારવામાં આવશે. વેક્સિનની માગણી રાજ્ય તેમ જ મુંબઈ મહાપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવશે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પણ નાગરિકોને આ મહામારીથી બચવા માટે જાહેર સ્થળોએ માસ્ક પહેરીને ફરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું તેમ જ જો કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવીને સારવાર લેવાની અપીલ કરવામાં આવી રહી છે.
બોલો આટલા મુંબઈગરા છે બુસ્ટર ડોઝથી વંચિત!
RELATED ARTICLES