થાણેમાં વોટર ટેંક ફાટતા અનેક ઘરોને થયું નુકસાન

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે શહેરમાં શનિવારે સવારના એક પાણી ભરેલી ટાંકી ફાટતા એક સિનિયર સિટિઝન મહિલા જખમી થવાની સાથે જ છ ઘરોને સંપૂર્ણપણે નુકસાન પહોંચ્યું હતું. તો ૧૫ અન્ય ઘરોને પણ મામૂલી નુકસાન થયું હોવાનું થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણેમાં વાગલે એસ્ટેટમાં રૂપાદેવી પાડા વિસ્તારમાં સવારના સ્ટીલ શીટથી ઢંકાયેલી પાણીની ટાંકી ફાટી હતી, જેને કારણે નજીકમાં રહેલા ઝૂંપડાંઓ પર પાણી ફરી વળતા ૭૫ વર્ષની વૃદ્ધા ગંભીર રીતે જખમી થઈ હતી.
થાણે પાલિકાએ ૨૦૦૯ની સાલમાં રૂપાદેવી પાડા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પાણીની આ ટાંકી બેસાડી હતી. તેની વોટર સ્ટોરેજની ક્ષમતા ૭૫,૦૦૦ લિટરની હતી.
વહેલી સવારના લગભગ ૬.૩૦ વાગ્યાની આસપાસ રૂપાદેવી પાડા વિસ્તારમાં ઊંચાઈ પર બાંધવામાં આવેલી ટેંક ફાટી હતી અને તેમાંથી પૂરઝડપે પાણી આજુબાજુના ઘર પર ફરી વળ્યું હતું. તેને કારણે લગભગ ૨૧ ઘરોને નુકસાન થયું હતું. તેમાંથી છ ઘરોને સંપૂર્ણપણે નુકસાન થયું હોવાનું થાણેના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે જણાવ્યું હતું.
આ દુર્ઘટના બાદ થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પાલિકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના કહેવા મુજબ તનુબાઈ મુઠે નામની વૃદ્ધા ગંભીર રીતે જખમી થઈ હતી, તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ વિસ્તાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના મતવિસ્તાર ગણાતા કોપરી-પાંચપખાડી હેઠળ આવે છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.