Homeફિલ્મી ફંડાબોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ મોટી ઉંમરે કર્યા લગ્ન, કોણ છે આ યાદીમાં...

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ મોટી ઉંમરે કર્યા લગ્ન, કોણ છે આ યાદીમાં સામેલ

બોલિવૂડની આ અભિનેત્રીઓએ લગ્નની વય મર્યાદા તોડી છે અને મોટી ઉંમરે કર્યા છે. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેણે પહેલા પોતાની પ્રોફેશનલ લાઈફમાં પોતાને સ્થાપિત કર્યા અને પછી લગ્ન કર્યા છે. કોણ છે આ અભિનેત્રીઓ જાણો…

પ્રીતિ ઝિન્ટા
જ્યારે પ્રીતિ નેસ વાડિયા સાથે સંબંધમાં હતી, ત્યારે બધા જ અનુમાન લગાવી રહ્યા હતા કે બંને લગ્ન કરશે. પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા અને તેઓ લગ્ન ન કરી શક્યા. પરંતુ બોલિવૂડની બબલી ‘લિરિલ’ ગર્લ જીન ગુડનફના પ્રેમમાં પડી ગઈ અને બંનેએ 29 ફેબ્રુઆરી, 2016ના રોજ લોસ એન્જલસમાં લગ્ન કરી લીધા. જ્યારે પ્રીતિએ 41 વર્ષની ઉંમરે જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા.

રાની મુખર્જી
બધા જાણે છે કે રાની આદિત્ય ચોપરાને ડેટ કરતી હતી, પરંતુ રાની કે આદિત્યમાંથી કોઈએ ક્યારેય આ વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો ન હતો. જોકે, આ કપલે 21 એપ્રિલ 2014ના રોજ ઈટલીમાં ગુપ્ત રીતે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. દંપતીએ ડિસેમ્બર 2015માં તેમની પ્રથમ પુત્રીનું પણ સ્વાગત કર્યું હતું. રાનીના લગ્ન 36 વર્ષની ઉંમરે થયા હતા.

મનીષા કોઈરાલા
બોલિવૂડની સુંદર અભિનેત્રી માનવામાં આવતી મનીષા કોઈરાલાએ ઘણી સુપર-ડુપર હિટ ફિલ્મો આપી છે. એક સમય હતો જ્યારે લોકો તેના માટે દિવાના હતા. મનીષાએ 2010માં સમ્રાટ ધલ સાથે લગ્ન કર્યા હતા. મનીષાએ લગ્ન કર્યા ત્યારે તે 40 વર્ષની હતી. જો કે, અભિનેત્રીનું લગ્ન જીવન લાંબુ ટકી શક્યું નહીં અને 2 વર્ષમાં જ બંને અલગ થઈ ગયા.

ઉર્મિલા માતોંડકર
‘રંગીલા’ ગર્લ ઉર્મિલા માતોંડકર પણ એ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે જેણે સાત ફેરા લીધા અને 40 પ્લસ થયા પછી લગ્ન કર્યા. 43 વર્ષની ઉંમરે ઉર્મિલાએ લગ્ન કરવાનું વિચાર્યું અને તેણે પોતાનાથી 9 વર્ષ નાની હસીન અખ્તર મીર સાથે લગ્ન કરી લીધા. ઉર્મિલાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ઉર્મિલા સાથે સંપૂર્ણ રીતે એ કહી શકાય કે પ્રેમ માટે ઉંમરથી કોઈ ફરક પડતો નથી અને તેના લગ્નની તસવીરો જોઈને ચોક્કસ કહી શકાય કે તે સૌથી ખુશ દુલ્હન જેવી દેખાતી હતી.

સુહાસિની મુલાય


સુહાસિની મુલયે એક એવી અભિનેત્રી છે જે ભારતીય ટેલી વર્લ્ડ, બોલિવૂડ તેમજ મરાઠી ફિલ્મ ફ્રેટરનિટીમાં ખૂબ જ લોકપ્રિય છે. સુહાસિની હંમેશા મજબૂત પાત્રો ભજવવા માટે જાણીતી છે. સુહાની 60 વર્ષની ઉંમરે લગ્ન કરીને ચર્ચામાં આવી હતી. તેણે 16 જાન્યુઆરી 2011ના રોજ પ્રોફેસર અતુલ ગુર્ટુ સાથે લગ્ન કર્યા. સુહાસિનીએ આ પહેલા ક્યારેય લગ્ન કર્યા ન હતા પરંતુ અતુલ માટે આ તેના બીજા લગ્ન હતા. કેન્સરને કારણે તેણે તેની પ્રથમ પત્ની ગુમાવી હતી. સુહાસિની તેના પતિને ફેસબુક પર મળી હતી.

લિસા રે


ખૂબ જ સુંદર લિસાએ તેની પ્રથમ ફિલ્મ ‘કસૂર’માં તેના શાનદાર અભિનયથી બધાને પ્રભાવિત કર્યા. જ્યારે લિસા 40 વર્ષની હતી ત્યારે તેણે 2010માં તેના કન્સલ્ટન્ટ જેસન દેહની સાથે લગ્ન કર્યા હતા. લિસાએ એક વખત એ પણ જણાવ્યું કે તે કેટલી ખુશ હતી કે તેણે 20 વર્ષની ઉંમરે લગ્ન ન કર્યાં હતા.

નીના ગુપ્તા


બોલિવૂડની વર્સેટાઈલ અભિનેત્રી ગણાતી નીના ગુપ્તા પણ ખુબ જ મોડી પ્રેમમાં પડી હતી. 46 વર્ષની ઉંમરે અભિનેત્રીએ દિલ્હીના વિવેક મેહરા સાથે સાત ફેરા લીધા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular