Shocking: વર્ષોથી પુરુષને ખબર જ નહોતી કે સ્ત્રી છે! 20 વર્ષથી રજસ્વલા થતો હતો તો પણ ખબર પડી નહીં

સ્પેશિયલ ફિચર્સ

ચીનમાં અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. 33 વર્ષનો યુવક યુરિનમાં લોહી નીકળવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. જ્યારે તે સારવાર માટે ડોક્ટર પાસે ગયો ત્યારે ડોક્ટરે અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ડોક્ટરે કહ્યું હતું કે તેના શરીરમાં મહિલાઓના અંગો એટલે કે અંડાશય અને ગર્ભાશય છે. એટલું જ નહીં યુરિનમાં લોહી આવવાની બીમારી જે સમજી રહ્યો હતો તે પિરીયડ્સ હતાં, જે તેને 20 વર્ષથી આવી રહ્યા હતાં.

ડોક્ટરે તેને બાયોલોજીકલી સ્ત્રી ગણાવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે 33 વર્ષના યુવકને ખબર જ ન પડી તે મહિલા છે. ડૉક્ટરોના મત મુજબ આ વ્યક્તિમાં મેલ જેનિટલ ઓર્ગન્સ તો હતાં જ પણ સાથે-સાથે જન્મજાત તેનામાં અંડાશય અને ગર્ભાશય પણ હતું.

ચીની મીડિયાએ પ્રકાશિત કરેલા એક અહેવાલ મુજબ ડૉક્ટરોને પહેલાં એવું લાગ્યું, કે યુવકને પેટમાં દર્દ છે, પરંતુ ડૉક્ટરોની ટ્રિટમેન્ટ પછી પણ જ્યારે તેનો દુખાવો ઓછો ના થયો ત્યારે ડૉક્ટરોએ ફરી તેનું આખું બોડી સ્કેન કર્યું હતું અને સાચું કારણ શોધી કાઢ્યું. ડૉક્ટર્સે 3 કલાક સર્જરી કરીને તેના શરીરમાંથી અંડાશય અને ગર્ભાશય કાઢી નાંખ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.