Homeટોપ ન્યૂઝરેશનકાર્ડમાં દત્તાને બદલે 'કુત્તા' લખી દીધું, પછી એવી રીતે કર્યો વિરોધ કે...

રેશનકાર્ડમાં દત્તાને બદલે ‘કુત્તા’ લખી દીધું, પછી એવી રીતે કર્યો વિરોધ કે થઈ રહી છે ચોમેર ચર્ચા

પશ્ચિમ બંગાળમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. ગામમાં સરકારી અધિકારીએ ભૂલથી રેશનકાર્તમાં શ્રીકાંત દત્તાનું નામ દત્તાને બદલે કુત્તા કરી નાંખ્યું હતું. શ્રીકાંતે બે વાર સુધારો કરાવ્યો તેમ છતાં ભૂલ સુધારી નહીં. તેણે પોતાના અપમાનનો બદલો લેવા અનોખી રીતે અધિકારીની કાર પાસે જઈને શ્વાનની જેમ ભસવા લાગ્યા હતાં. શ્રીકાંતનું આ રૂપ જોઈને અધિકારીઓ પરેશાન થયા હતાં.

સરકારી યોજના હેથળ બીડીઓ શ્રીકાંતના ગામમાં પહોંચ્યા હતાં ત્યારે આખો મામલો સમજાયો હતો અને સંબંધિત અધિકારીને ભૂલ સુધારવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

40 વર્ષીય શ્રીકાંત દત્તાએ પોતાની સરનેમમાં થયેલી ભૂલો સુધારવા માટે એકવાર નહીં પરંતુ બે વાર અરજી કરી હતી. તેમ છતાં કોઈ સુધારો થયો ન હતો. પહેલી વખત શ્રીકાંત દત્તાને બદલે શ્રીકાંત મંડલ કરી નાખ્યું હતું. જ્યારે સુધારો કરવા માટે ફરીથી અરજી કરી તો શ્રીકાંત કુમાર દત્ત લખી દીધું. જ્યારે શ્રીકાંતે ફરીથી સુધારો કરવા માટે અરજી કરી ત્યારે તેને શ્રીકાંત દત્તાની જગ્યાએ શ્રીકાંતી કુમાર કુત્તા લખી દીધું હતું. વ્યથિત શ્રીકાંત હાથમાં બેગ અને ઘણાં કાગળો લઈને ‘દુઆરે સરકાર’ કાર્યક્રમમાં પહોંચ્યા અને કૂતરાની જેમ ભસવા લાગ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular