Homeટોપ ન્યૂઝમનોજ તિવારીએ AAPને ઘેરી: ‘હત્યાની સ્ક્રિપ્ટ ઘણી જૂની છે, માત્ર વર્ષો...

મનોજ તિવારીએ AAPને ઘેરી: ‘હત્યાની સ્ક્રિપ્ટ ઘણી જૂની છે, માત્ર વર્ષો બદલાય છે’

બીજેપી સાંસદ મનોજ તિવારીએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે કેજરીવાલ મનીષ સિસોદિયાને જેલમાં મોકલવાની વાત કરે છે, સિસોદિયા હત્યાની વાત કરે છે. બંનેમાં શું ચાલી રહ્યું છે. તેઓ કન્ફયુઝનમાં છે. આ લોકોને જાહેર રસ્તા પર સુરક્ષા આપવી જરૂરી છે. જેઓ કટ્ટર ઈમાનદાર હોવાનો દાવો કરી ભ્રષ્ટાચાર અને ટિકિટો વેચીને લોકોને મોતને આરે લાવતા હોય તો ભારતીય જનતા પાર્ટી ચૂપ રહીને તમાશો જોઈ શકશે નહીં.
તેમણે કહ્યું કે મેં માત્ર કેજરીવાલની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના વિધાનસભ્યોને માર મારવામાં આવી રહ્યો છે અને પાર્ટીના એક કાર્યકરનું મોત થયું છે. તે મારા માટે ચિંતાનો વિષય છે. હત્યા અને હત્યાની ધમકીની સ્ક્રિપ્ટ ઘણી જૂની છે. માત્ર વર્ષો બદલાય છે, તેમના આરોપ સમાન રહે છે.
AAP કાર્યકરના મોત પર મનોજ તિવારીએ કહ્યું કે સંદીપ ભારદ્વાજે આત્મહત્યા નથી કરી, તેમની હત્યા કરવામાં આવી છે. આ મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. ન્યાયિક તપાસ થવી જોઈએ. સંદીપ ભારદ્વાજની હત્યા કેસના તળિયા જવું જોઈએ. લોકોને જવાબ મળવો જોઈએ. આવી સ્થિતિમાં સંદીપ ભારદ્વાજના મૃત્યુને આત્મહત્યાનું રૂપ આપવામાં આવી રહ્યું છે.
મામલો તમામ એજન્સીઓ સુધી પહોંચે, કેસની તપાસ થાય. તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર હતા. ટિકિટના દાવેદાર હતા. જે પ્રકારના પુરાવાઓ સામે આવી રહ્યા છે, આત્મહત્યા જેવું લાગતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular