મુંબઈ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પાસે એક પણ યુનિવર્સિટી ડિગ્રી નહોતી એવા જમ્મુ એન્ડ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કરેલા દાવાને ગાંધી બાપુના પ્રપૌત્ર તુષાર ગાંધીએ વાહિયાત લેખાવ્યો છે.
તુષાર ગાંધીએ ટ્વિટ કર્યું છે કે એમ. કે. ગાંધીએ બે મેટ્રિક પરીક્ષા પાસ કરી હતી. એક હતી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી અને બીજી હતી એને સમકક્ષ લંડનની બ્રિટિશ મેટ્રિક્યુલેશન. ત્યાર બાદ લંડન યુનિવર્સિટી સાથે સંલગ્ન ઈનર ટેમ્પલ નામની લો કૉલેજમાંથી કાયદા અભ્યાસની પદવી – લો ડિગ્રીનો અભ્યાસ કરી પરીક્ષા પાસ કરી હતી. સાથે સાથે લેટિન અને ફ્રેંચમાં બે ડિપ્લોમાં પણ મેળવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના ગવર્નરની જાણકારી માટે.
ગુરુવારે આઇટીએમ ગ્વાલિયર ખાતે ડૉ. રામ મનોહર લોહિયાની સ્મૃતિમાં આયોજિત લેક્ચરમાં સંબોધન કરતી વખતે મનોજ સિંહાએ ગાંધીજીની શૈક્ષણિક પાત્રતા અંગે ટિપ્પણી કરી હતી. સિંહાએ જણાવ્યું હતું કે ‘શું તમે જાણો છો કે તેમની (ગાંધીજી) પાસે એક પણ યુનિવર્સિટી ડિગ્રી નહોતી? આપણામાંના અનેક લોકો માને છે કે મહાત્મા ગાંધી પાસે લોની ડિગ્રી હતી. ના, એમની પાસે નહોતી. એમની એકમાત્ર શૈક્ષણિક પાત્રતા એ હતી કે તેમની પાસે હાઈસ્કૂલ ડિપ્લોમા હતો. વકીલાત કરવા માટે તેમણે પાત્રતા મેળવી હતી. તેમની પાસે લોની કોઈ ડિગ્રી નહોતી. સિંહની વાતની ઝાટકણી કાઢી તુષાર ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે મેં જમ્મુના રાજભવનમાં બાપુની આત્મકથાની એક નકલ મોકલી છે. આશા છે એ વાંચી ગવર્નરને જાણકારી મળશે. હા, એન્ટાયર લોની ડિગ્રી બાપુ પાસે નહોતી એ વાત સાથે હું
સહમત છું. (પીટીઆઈ) ઉ