જો તમે કોઈ મેટ્રો ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો અને તમારી સામે ‘ભૂલભૂલૈયા’નું જાણીતું બનેલું કેરેક્ટર મંજુલિકા આવી જાય તો શું કરો? નોએડાની મેટ્રો ટ્રેનમાં તાજેતરના દિવસોમાં આવી મંજુલિકા જોવા મળે છે અને પ્રવાસીઓ આ મંજુલિકાને જોતા પરસેવો છૂટી જાય છે.
વાત કરીએ નોએડા સેક્ટરના 148ના મેટ્રો સ્ટેશનની. અહીંની મેટ્રો ટ્રેનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી (મંજુલિકાના વેશમાં) પ્રવાસીઓને ડરાવી રહી છે અને અમુક પ્રવાસીઓ ડરી જાય છે, જ્યારે અનેક લોકો તો હેરાનપરેશાન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
કહેવાય છે કે મેટ્રો ટ્રેનમાં જોવા મળનારી યુવતી હિન્દી ફિલ્મ આ ફિલ્મમાં વિદ્યાનો એક ડાયલોગ બહુ જાણીતો બન્યો હતો, જેમાં વિદ્યાના શરીરમાં મંજુલિકા આવ્યા પછી બોલે છે કે ‘તુજે મારને આયી હું, તુજે મારકે તેરા ખૂન પીને આયી હૂં, જ્યારે તેનાથી વિશેષ આમી પ્રતિશોધ લેકે જાયી’ જોકે, આ મંજુલિકાના વીડિયો અંગે મેટ્રો પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી, પરંતુ આ યુવતી ગ્રેટર નોએડા સ્થિત એક કોલેજની વિદ્યાર્થિની છે.
‘ભૂલભૂલૈયા’ની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલને અદા કરેલા મંજુલિકાના રોલમાં નજરે જોવા મળે છે, જે બૂમો પાડીને લોકોને ડરાવતી નજરે જોવા મળે છે, જેમાં એક પ્રવાસીને ડરાવતી વખતે તો તે ડરીને સીટ છોડીને ભાગી જાય છે. આ યુવતીનો વીડિયો વાઈરલ થયા પછી અનેક લોકો તેના અંગે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહી છે, જેમાં અમુક લોકો તેની તારીફ કરે છે તો અમુક તેની ટીકા કરતા જોવા મળ્યા હતા તેની સામે સખત કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો.
હાય લા… મેટ્રો ટ્રેનમાં મંજુલિકા! આમી પ્રતિશોધ લેકે જાયી…
RELATED ARTICLES