મણીપુરમાં નોની જિલ્લામાં સ્કૂલ બસના અકસ્માતમાં 15 વિદ્યાર્થીના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને લઈ જતી બે સ્કૂલ બસના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા આ ભીષણ અકસ્માત સર્જાયો હતો, જ્યારે તેમાં અનેક વિદ્યાર્થી જખમી થયા હોવાના પ્રાથમિક સમાચાર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ બનાવ નોલી જિલ્લાના વિષ્ણુપુર ખૈપુર રોડ વચ્ચે બન્યો હતો, જ્યારે બંને બસ થમ્બલનુ હાયર સેકન્ડરી સ્કૂલની છે. આ બસ સ્ટડી ટૂર માટે ખૌપૂમ જઈ રહી હતી. આ અકસ્માતમાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે ઈમ્ફાલની મેડિસિટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અત્યાર સુધી અહીંની હોસ્પિટલમાં 20થી વધુ વિદ્યાર્થીને દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગે મણિપુરના મુખ્ય પ્રધાન એ. બીરેન સિંહે દુઃખ વ્યક્ત કર્યું હતું. કછાર રોડ પરની સ્કૂલ બસના અકસ્માતની વાત જાણીને બહુ દુઃખ થયું છે તથા આ અકસ્માતથી પ્રશાસન અલર્ટ થઈ ગયું છે. ઘટનાસ્થળે એસડીઆરએફ, મેડિકલની ટીમ પહોંચી છે અને તમામને સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. મુખ્ય પ્રધાને આ અકસ્માતનો વીડિયો પણ ટવિટ કર્યો હતો.
મણીપુરમાં સ્કૂલ બસને નડ્યો ભીષણ અકસ્માતઃ 15 વિદ્યાર્થીનાં મોતની શંકા
RELATED ARTICLES