Homeટોપ ન્યૂઝશૈક્ષણિક પ્રવાસનું ૫૦મું વર્ષ ‘સ્વર્ણકમલ’ સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવશે મણિબેન નાણાવટી...

શૈક્ષણિક પ્રવાસનું ૫૦મું વર્ષ ‘સ્વર્ણકમલ’ સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવશે મણિબેન નાણાવટી વિમેન્સ કોલેજ

‘જ્ઞાન એ છે જે મુક્ત કરે છે’ આવા ક્રાંતિકારી વિઝન સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં ૫૦ વર્ષોની સુવર્ણ યાત્રામાં ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓનું સશક્તિકરણ કરનાર વિલેપાર્લે સ્થિત મહાવિદ્યાલય મણિબેન નાણાવટી વિમેન્સ કોલેજ તેમના ૫૦માં વર્ષની ઉજવણીની તૈયારી જોરશોરથી કરી રહી છે.
આ ગૌરવવંતા પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ આદરણીય શ્રી ભગત સિંહ કોશિયારી અને એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠના કુલપતિ માનનીય પ્રોફેસર ઉજવલા ચક્રદેવ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરશે અને વક્તવ્ય દ્વારા ઉપસ્થિતોનું માર્ગદર્શન પણ કરશે.
સુવર્ણ જયંતિ ઉત્સવના આયોજકોમાં અને મણિબેન નાણાવટી વિમેન્સ કોલેજની મેનેજીંગ કમિટીમાં કમિટીના ચેરપર્સન હિમાદ્રી એસ. નાણાવટી, માનદ સચિવ ડો. શ્રીમતી યોગીની શેઠ, માનનીય ખજાનચી શચિન જે. નાણાવટી, જોઇન્ટ સેક્રેટરી ઉષા નાણાવટી, ટ્રસ્ટી ડો. અરવિંદ લુહાર અને કોલેજના પ્રિન્સીપલ ડો. શ્રીમતી રાજશ્રી પી. ત્રિવેદીનો સમાવેશ થાય છે.
આ કોલેજના નામ પાછળ પણ એક સુંદર વ્યક્તિત્વ છુપાયેલું છે, જેમની ઓળખ આપતાં હિમાદ્રીબેન કહે છે ‘આ કોલેજનું નામ પ્રગતિશીલ વિચારધારાવાળા મણિબેન નાણાવટી પરથી રાખવામાં આવ્યું છે. તેઓને સ્વજનો પ્રેમથી ‘મણિબા’ તરીકે સંબોધતાં. તેઓ શ્રી ચંદુલાલ નાણાવટીના પત્ની હતાં. ચંદુલાલભાઈ સ્ત્રી શિક્ષણના ઉદ્દેશને દૃઢપણે સમર્થન આપતાં અને શૈક્ષણિક સંસ્થાઓને ટકી રહેવા માટે તેમણે ઘણી મદદ પણ કરી હતી. મણિબા અમારા શ્રી ચંદુલાલ નાણાવટી વિમેન્સ ઇન્સ્ટીટ્યૂટ અને ગર્લ્સ હાઈસ્કૂલ’ આ મૂળ ટ્રસ્ટના અધ્યક્ષા હતાં, ’મણિબા’ની વિશેષ ઓળખ એટલે તેઓ ગાંધીજીના નિકટના સાથીઓમાંથી એક હતાં અને ગાંધીજીની જેમ મણિબા પણ ખાદીના ઉપયોગને એટલું પ્રોત્સાહન આપતાં કે તેઓનું ઉપનામ ‘ખાદી માતા’ પડી ગયું હતું. તેઓ ખાદીના ઉપાસક હતા અને પોતાને હાથે કાંતેલા સુતરના કપડાં જ પહેરતા. અમારી કોલેજનું નામ ‘મણિબા’ જેવા મહાન વ્યક્તિ સાથે જોડાયેલું છે .એ અમારા માટે ગૌરવની વાત છે.
ડો. રાજેશ્રીબેન વધુ માહિતી આપતાં કહે છે, ‘આ સંસ્થામાં જોડાયેલ દરેક મહિલાનું વ્યક્તિત્વ વિશેષતાઓથી સભર રહ્યું છે. અમારી મેનેજીંગ કમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ પદ પર સ્વ. શ્રીમતી કાંતાબેન શાહ અને સ્વ. સુનીતાબેન શેઠ હતાં, જેઓની દીર્ઘદ્રષ્ટિ પ્રશંસા માંગી લે તેવી હતી. તેઓ ભગિની સેવા મંદિર કુમારિકા સ્ત્રી મંડળ (BSMKSM)ના સક્રિય સભ્યો હતાં. BSMKSMનો પાયો મહિલાઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે સ્વયં ગાંધીજીએ નાખ્યો હતો.’
BSMKSMના નેજા હેઠળ વર્ષ ૧૯૭૨માં માત્ર ૧૧૦ વિદ્યાર્થીનીઓ સાથે શરુ કરવામાં આવેલી આ વિમેન્સ કોલેજ આજે જુનીયરથી ડીગ્રી કોલેજ સુધી તો પહોંચી ગઈ છે, સાથે જ કોલેજ હવે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પણ પ્રદાન કરે છે. આર્ટસ, કોમર્સ અને વિવિધ વ્યાવસાયિક કોર્સેસના પર્યાયો આપનાર મહાવિદ્યાલય સમયની સાથે વિકાસના પંથે આગળ વધી રહી છે.
આ સંસ્થાનો ઉદ્દેશ શિક્ષણમાં અને કાર્ય વહીવટમાં પારદર્શકતાસભર અને ગુણવત્તાભર્યા વ્યવસ્થાપનને ટકાવી રાખવાનો છે.
મણિબેન નાણાવટી વિમેન્સ કોલેજ વિદ્યાર્થીનીઓના સર્વગ્રાહી વિકાસ માટે તથા તેમના શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણ માટે તેમને ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પ્રતિબદ્ધ છે. સુંદર વિશાળ કેમ્પસમાં સ્કીલ ડેવલોપમેન્ટ ને ખૂબ મહત્વ આપવામાં આવે છે.
અહીં ડો. ભાનુબેન નાણાવટી કરિયર ડેવલપમેંટ સેન્ટર વિદ્યાર્થીનીઓને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અભ્યાસક્રમો પ્રદાન કરે છે. ડિપ્લોમા કોર્સેસમાં ફેશન ડિઝાઇનીંગ, ઇન્ટીરીયર ડિઝાઇનીંગ, ન્યુટ્રીશન ઍન્ડ ફિટનેસ કાઉન્સેલિંગ, અર્લી ચાઇલ્ડહુડ કેઅર ઍન્ડ એજ્યુકેશન, લર્નિંગ ડિસેબિલિટી ઍન્ડ મલ્ટીપલ ડિસેબિલિટી લર્નિગ, ન્યુટ્રિશન એન્ડ ફિટનેશ કાઉન્સિંલિગ, હોસ્પિટલ એન્ડ હેલ્થકેર મેનેજમેન્ટ,ડિજિટલ માર્કેટિગ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, કાંતાબેન શાહ રિસેર્ચ સેન્ટર ,ડોગ માટે ટ્રેઈન ધ ટ્રેનર, ઇનોક્યુલેશન સેન્ટર વગેરે. તથા વિદ્યાર્થીનીઓના કૌશલ્ય વિકાસ માટે એડવાન્સ એક્સેલ કોર્સ, બેકિંગ, બેકરી જેવા કોર્સેસ શરુ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી પરિષદ, NSS, NCC, રમતગમત, રોટરી, યોગા, કાઉન્સેલિંગ સેલ, પ્લેસમેન્ટ સેલ અને વુમન ડેવલપમેન્ટ સેલ જેવી સમિતિઓ પણ અહીં બનાવવામાં આવી છે.
• ફેશન ડિઝાઇન પ્રોગ્રામ સ્નાતક કક્ષાએ (એસ.એન.ડી.ટી. મહિલા વિશ્વવિદ્યાલયના જોડાણમાં) શરૂ કરનાર મણીબેન નાણાવટી કોલેજ મુંબઈની પ્રથમ કોલેજ છે.
• અહીં એમ. એ. (કાઉન્સેલિંગ અને ક્લિનિકલ સાયકોલોજી) એક એવો કોર્સ છે, જે ભારતના વિવિધ સ્થળોથી વિદ્યાર્થીનીઓને આકર્ષે છે.
મણિબેન નાણાવટી કોલેજએ ૫૦ વર્ષના પોતાના પ્રવાસમાં શૈક્ષણિક ક્ષેત્રે, માન્યતા ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે તમામ ગૌરવપૂર્ણ સિદ્ધિઓ મેળવી છે. કોલેજને વિવિધ ક્ષેત્રે મળેલા ઍવોર્ડ્સની યાદી એટલી લાંબી છે કે કદાચ કેટલાયે પાના ખૂટી જાય, પણ એક વાત ચોક્કસ છે કે સુવર્ણ જયંતિ વર્ષમાં પદાર્પણ કરનાર મણિબેન નાણાવટી કોલેજ સ્ત્રીઓ માટે સમાજમાં સોનાની કેડી બનાવવાનું સુવર્ણ કાર્ય કરી રહી છે.
વધુ માહિતી માટે: https://mnwc.edu.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular