Homeઆમચી મુંબઈપ્રથમ પુણ્યતિથિએ મંગેશકર પરિવારે રાજ્ય સરકાર પાસે કરી આવી માગણી

પ્રથમ પુણ્યતિથિએ મંગેશકર પરિવારે રાજ્ય સરકાર પાસે કરી આવી માગણી

મુંબઈઃ આજે છઠ્ઠી ફેબ્રુઆરીએ કોકિલકંઠી લતા મંગેશકરની પ્રથમ પુણ્યતિથિએ મુંબઈના હાજી અલી ચોકમાં લતાદીદીના સ્મારકનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજન વખતે ઉષા મંગેશકર, મીના મંગેશકર. નેફુ આદિનાથ મંગેશકર સહિત મંગેશકર પરિવારના અન્ય સદસ્ય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
ઉષા મંગેશકરે ભૂમિ પૂજન પ્રસંગે વાત કરતાં જણાવ્યું હતું કે લતાદીદીના સ્મારકનું ભૂમિ પૂજન થયું એનો મને ખૂબ જ આનંદ છે. મુંબઈમાં બાંધવામાં આવી રહેલાં કોસ્ટલ રોડને પણ લતાદીદીનું નામ આપવામાં આવે એવી વિનંતી અમે રાજ્ય સરકાર સમક્ષ કરી છે.
લતા મંગેશકરનું ભવ્ય સ્મારક મુંબઈ બીએમસી દ્વારા મુંબઈના તાડદેવ ખાતેના હાજી અલી ચોક ખાતે ઊભું કરવામાં આવશે. આ સ્મારક માટે બીએમસી દ્વારા 50 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આગામી છ મહિનામાં આ સ્મારકનું કામકાજ પૂર્ણ થશે, એવું કહેવાઈ રહ્યું છે. આ સ્મારકને સૂરાંચા કલ્પવૃક્ષ (સૂરોનું કલ્પવૃક્ષ) એવું નામ આફવામાં આવશે અને મહત્ત્વના દિવસોએ આ સ્મારકમાં મૂકવામાં આવનારા સ્પીકર પર લતાદીદીના ગીતો પણ લગાવવામાં આવશે.
આજે લતા મંગેશકરની પ્રથમ પુણ્યતિથિ છે અને સુદર્શન પટ્ટનાયકે છ ફૂટનું માટીનું શિલ્પ તૈયાર કર્યું છે અને મેરી આવાઝ હી પહેચાન હૈ… એવું લખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular