રંગીન ઝમાને -હકીમ રંગવાલા
જાપાની ફિલ્મ ડિરેકટર અકિરા કુરસોવા જેમણે જાપાની ફિલ્મોને દુનિયામાં ઓળખ આપી.એમણે એક અમેરિકન નોવેલ પરથી ફિલ્મ બનાવેલી”હાઈ એન્ડ લોઆ ફિલ્મની નકલ કરીને રોમુ સિપ્પી એ રાજ સિપ્પીને પહેલી વખત દિગ્દર્શન સોંપીને હિન્દી ફિલ્મ “ઈન્કાર બનાવી અને પહેલી ફિલ્મથી જ રાજ સિપ્પીને અદભુત સફળતા મળી.
રાજ સિપ્પી એ વિદેશી ફિલ્મોની નકલ કરીને જ દરેક હિન્દી ફિલ્મ બનાવી અને સફળતા પ્રાપ્ત કરી કારણકે વિદેશી ફિલ્મોની નકલ કરીને પણ હિન્દી ફિલ્મની માવજત બહુ સરસ રીતે કરી શકતા. ‘ઈન્કાર’ ફિલ્મ પણ ખૂબ જ સરસ માવજત સાથે બનેલી ફિલ્મ. કોઈ બીજી ભાષાની ફિલ્મ સુપર હીટ હોય તો પણ માવજત તો માંગી જ લે છે. ખાસ કરીને પટકથા લેખન અને એડિટિંગ . હિન્દી ફિલ્મોના દર્શકોને ધ્યાનમાં રાખીને થોડા સુધારા વધારા કરવા પડતા હોય છે. આ ફિલ્મ આવા દરેક પાસામાં ખરી સાબિત થઈ છે. એ વખતની બનતી ફિલ્મોમાં આ કદાચ એકમાત્ર ફિલ્મ હતી જેમાં પોલીસ સ્ટેશનનું વાસ્તવિક ચિત્રણ હતું. પોલીસ તપાસ પણ એકદમ યોગ્ય ક્રમમાં, કાર્યદક્ષત્તા સાથે થતી હતી.
૧૯૭૭ની ફિલ્મમાં હિન્દી દર્શકો ૩કલાક આસપાસની લાંબી ફિલ્મો જોવા ટેવાયેલા એ વખતે ફક્ત ૧૪ રિલની લંબાઈની પોણા બે કલાકની એકદમ ચુસ્ત પટકથા ધરાવતી જે પટકથા જ્યોતિ સ્વરૂપે લખેલી એવી ઈન્કાર ફિલ્મ રજૂ થઈ અને સુપરહિટ ફિલ્મ બની.
એક મોચી જે ગરીબીમાંથી આગળ આવીને મોટી શૂ કંપનીનો માલિક બને છે અને એના દીકરાની જન્મદિવસની પાર્ટીમાંથી એના નોકરના દીકરાનું ભૂલથી અપહરણકર્તા અપહરણ કરી જાય છે અને એમ છતાંય એના નોકરના દીકરાને છોડાવવા માટે એ ઉદ્યોગપતિ ૨૦લાખ રૂપિયા ચૂકવવા તૈયાર થઈ જાય છે અને ઇન્સ્પેકટર અમરનાથની એન્ટ્રી થાય છે…
વિનોદખન્ના,વિદ્યાસિંહા, શ્રીરામ લાગુ અને સાધુ મહેર, ભરત કપૂર જેવા એક્ટરો અને દમદાર વિલનની ભૂમિકામાં માતબર વિલન અમજદખાન,અમજદની કરકિર્દીમાં શોલે પછી આ બેસ્ટ ભૂમિકા હતી અને ખૂબ સરસ રીતે અમજદ સાહેબે ભૂમિકાને ન્યાય આપ્યો છે. અમજદ ખાનની પોતાના એક પગનું શૂઝ બીજા પગ સાથે ઘસવાની સ્ટાઇલ ખોફનાક માહોલ ઊભો કરે છે ફિલ્મમાં! ભયંકર કૂતરાઓની સાથે લડાઈ લડીને એક જબરદસ્ત કૂતરાને એક હાથથી ગળું દબાવીને અમજદ ખાન મારી નાખે છે! એ સિક્વન્સમાં અમજદ ખાનના ડુપ્લિકેટ તરીકે ગુજરાતી ફાઈટ માસ્ટર મકરાણી એ કામ કરેલું! આ મકરાણી અમદાવાદ રહેતા અને એમણે ‘અંતિમ ઈચ્છા’ નામની એક ગુજરાતી ફિલ્મ પણ બનાવેલી વિક્રમ ગોખલે અને અરુણા ઇરાનીને લઈને.
એકદમ ચુસ્ત પટકથામાં પણ રાજેશ રોશનના સંગીતમાં ત્રણ ગીતો મૂકેલા હિન્દી ફિલ્મની પરંપરા જાળવવા અને એમાંથી પણ બે ગીતો સુપરહિટ!
“દિલ કી કલી યુ હી સદા ખીલતી રહે મહંમદ રફીના અવાઝમાં બે વખત આવે છે એક હેપી અને એક સેડ.જ્યારે હેલનના અદભુત ડાન્સ અને કોરિયોગ્રાફી વાળું ગીત “મુંગડા, મુંગડા મે ગુડ કી કલી આ ગીત તો આજ સુધી સતત ધૂમ મચાવે છે…
ભલે વિદેશી ફિલ્મની નકલ હોય પણ જો રાજ સિપ્પી આ ટાઇપની નકલો ન બનાવતા હોત તો હિન્દી દર્શકો આવી થ્રિલર ફિલ્મોથી વંચિત રહી જાત!