Homeટોપ ન્યૂઝમેંગલુરુ બ્લાસ્ટકેસમાં મોટો ખુલાસો, મુખ્ય આરોપી શારિક ISISના હેન્ડલર્સના સંપર્કમાં હતો

મેંગલુરુ બ્લાસ્ટકેસમાં મોટો ખુલાસો, મુખ્ય આરોપી શારિક ISISના હેન્ડલર્સના સંપર્કમાં હતો

કર્ણાટકના મેંગલુરુ શહેરમાં 19 નવેમ્બરની સાંજે ઓટો રીક્ષામાં થયેલા બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપીની ઓળખ કરી લીધી છે. આ બ્લાસ્ટમાં ઓટો ડ્રાઈવર પુરુષોત્તમ સાથે મોહમ્મદ શારિક નામનો આ યુવક પણ દાઝી ગયો હતો. હાલમાં બંનેની સારવાર મેંગલુરુની હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસે જણાવ્યા પ્રમાણે મોહમ્મદ શારિક ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના હેન્ડલર્સના સંપર્કમાં હતો અને તેણે અગાઉ શિવમોગામાં બોમ્બ બ્લાસ્ટની ટ્રાયલ હાથ ધરી હતી. સૂત્રોએ જણાવ્યું કે હવે આ મામલો તપાસ માટે NIAને સોંપવામાં આવી શકે છે.
બ્લાસ્ટ કેસ અંગે માહિતી અપાતા પોલીસે જણાવ્યું કે 19 નવેમ્બરે સાંજે લગભગ 7:40 વાગ્યે મેંગલુરુ શહેરની બહાર એક ઓટો રીક્ષામાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં મુસાફર અને ડ્રાઇવર દાઝી ગયા હતા. ઓટો ડ્રાઈવરની ઓળખ પુરુષોત્તમ પૂજારી તરીકે અને મુસાફરની ઓળખ મોહમ્મદ શારિક તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું કે આરોપી મોહમ્મદ શારિક વિરુદ્ધ ત્રણ કેસ નોંધાયેલા છે, જેમાં બે મેંગલુરુ શહેરમાં અને એક શિવમોગામાં છે. બે કેસમાં આરોપી વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તે ત્રીજા કેસમાં વોન્ટેડ હતો. આરોપી ઘણા સમયથી ફરાર હતો.
શારીકે અન્ય બે સાથીઓ સાથે મળીને તુંગા ભદ્રા નદીના કિનારે જંગલમાં ટ્રાયલ બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે માજ મુનીર અને સૈયદ યાસીનની ધરપકડ કરી હતી. મોહમ્મદ શારિક મૈસુરમાં ચોરાયેલા આધાર કાર્ડથી ભાડે મકાન લઈને બોમ્બ બનાવવાની પ્રેક્ટિસ કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular