Homeદેશ વિદેશમેંગલોર રિક્ષા બ્લાસ્ટ એ અકસ્માત નહીં આતંકી ઘટના?, આરોપીના ઘરે પોલીસે કરી...

મેંગલોર રિક્ષા બ્લાસ્ટ એ અકસ્માત નહીં આતંકી ઘટના?, આરોપીના ઘરે પોલીસે કરી છાપોમારી

મેંગલોરમાં એક દિવસ પહેલા ઓટો રિક્ષામાં વિસ્ફોટ થતાં રિક્ષાચાલક અને મુખ્ય આરોપી ગંભીર ઝખમી થયા હતાં. કર્ણાટકના ડીજીપીએ આ ઘટનાને આતંકી ઘટના ગણાવી હતી. રવિવારે પોલીસે આરોપીના મૈસૂર સ્થિત ભાડાના ઘરમાં છાપોમારી કરી હતી, દરમિયાન બોમ્બ સ્વોડ ટીમને પણ ત્યાં તહેનાત કરવામાં આવી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ગયા મહિને એક મકાન ભાડે લીધી હતું અને ઘરના માલિકને જણાવ્યું હતું કે તે મોબાઈલ રિપેરિંગના કામ માટે શહેર આવ્યો હતો. રિક્ષામાં વિસ્ફોટ થવો એ આકસ્મિક ઘટના નહોતી, પરંતુ ગંભીર નુકસાન પહોંડવાના ઈરાદે કરવામાં આવેલો આતંકી હુમલો હતો. રિક્ષાની અંદર બેટરીઓ સાથે બળેલું કૂકર મળી આવ્યું હતું. મેંગલોર સિટી પોલીસ કેન્દ્રીય એજન્સી સાથે મળીને આ ઘટનાની તપાસ કરી રહી છે.

મેંગલોરમાં શનિવારે સાંજે પાંચ વાગ્યે એક રિક્ષામાં અચાનક આગ લાગી હતી, જેને કારણે ઓટો ડ્રાઈવર અને પ્રવાસી ગંભીર ઝખમી થયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular