માન્ડ્રાકી હાર્બર – પ્રાચીન રોડોસનો દરિયાઈ દરવાજો…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

અત્યારે ઇન્ફલેશન છતાંય યુરોપમાં ઊભરાઈ રહેલાં ટ્રાવેલ ડેસ્ટિન્ોશન જોઈન્ો લાગ્ો છે કે જેન્ો પણ મેળ પડ્યો છે ત્ો ફરવા નીકળી પડ્યું છે. કોવિડનાં બ્ો વર્ષ પછી લોકો જાણે રિવેન્જ ટૂરિઝમમાં ફરવા નીકળી જ પડ્યાં છે. એવામાં જર્મનીમાં ન તો અત્યારે ફલાઇટ લેવાની ઇચ્છા થાય છે, ન ટ્રેઇન, પણ પ્ૌડાંની કમી નથી. હમણાં નજીકમાં બાઇક ટ્રિપ્સ ચાલુ કરી છે. દિવસના આરામથી એંશીથી સો કિલોમિટર જેટલી સાઇકલ ચલાવી જ શકાય છે. એવામાં સાઇકલ લઈન્ો ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા, બ્ોલિજયમ, કોઈ તરફ નીકળવાનો પ્લાન બની રહૃાો છે. સાઇકલની બંન્ો સાઇડ નાની બ્ોગ્સ ફિટ કરી શકાય છે. લાંબી ટ્રિપમાં પ્રમાણમાં મર્યાદિત સામાન લઈ જઈ શકાય, પણ મિનિમાલિસ્ટિક, ઇકો ફ્રેન્ડલી ટ્રિપ કરવાનો ત્ોનાથી સારો રસ્તો હોઈ શકે નહીં. અત્યાર સુધીમાં ન્ોકાર વેલી, ઓડેનવાલ્ડ ફોરેસ્ટ અન્ો બ્લેક ફોરેસ્ટના કેટલાક પાર્ટ્સમાં સાઇકલ પર જવાનું થયું છે. એના એ જ પ્રવાસનાં ટેમ્પલેટ કરતાં સાઇકલ પર ફરવાનું જરા રિફ્રેશિંગ લાગ્ો છે રોડોસમાં પણ અમે સાઇકલ રેન્ટ કરવાનું વિચારેલું, પણ હોટલ જે સાઇકલ ભાડે આપતી હતી ત્ો લઈન્ો ક્યાંય લાંબું જવાનું સ્ોફ લાગ્યું નહીં. ત્ોના કરતાં એક દિવસ સવારે અમે રોડોસ ઓલ્ડ સિટી તરફ નીકળી પડ્યાં.
અમારી આઠની ટોળકીએ સ્પોન્ટેનિયસ નીકળી પડવાનો પ્લાન હોટલ જે કાર રેન્ટ પર આપ્ો ત્ોના પર હતો. અન્ો છેલ્લી ઘડીએ કોઈ મોટી વેન મળવાન્ો બદલે ત્ોણે અમન્ો ત્રણ ટચૂકડી થ્રી ડોર ફોર સીટર આપી. આમ તો બ્ો કારથી ચાલી જાત, પણ એક્ધો સ્લિપ ડિસ્કના દુખાવાન્ો કારણે ફેલાઇન્ો બ્ોસવું હતું, બ્ો જણાંન્ો હેવી બોડીના કારણે સાંકડમાં ફાવે ત્ોવું ન હતું. એવામાં અમે રોહિત શેટ્ટીની ફિલ્મના સસ્તા વર્ઝનની જેમ ત્રણ ટચૂકડી ફિયાટ પાન્ડાનું કોન્વોય લઈન્ો રોડોસ શહેર તરફ નીકળી પડ્યાં.
કિયોતારીથી રોડોસ વચ્ચેનો રસ્તો હોટલ અન્ો રિસોર્ટથી ખીચોખીચ ભરેલો હતો. જોકે ત્ોમાંથી ઘણા હજી ઇસ્ટરના સમયે ખૂલ્યા પણ ન હતા. વચ્ચે વચ્ચે દરિયો પણ ડોકિયું કરી જતો હતો. મોટા ભાગ્ો તો મિત્રોની વાતોચીતોમાં જ રસ્તો ક્યાંય નીકળી ગયો. રસ્તામાં કંઈ ખાસ વિગત્ો ઓબઝર્વ કરવા ન મળ્યું અન્ો કલાકમાં રોડોસ આવી પણ ગયું. એક ગાડીનાં પ્ોસ્ોન્જરોન્ો ઓલ્ડ સિટીની બહાર દરિયાકિનારે કાફેમાં બ્ોસી રહેવું હતું. બાકીની બ્ો ગાડીઓ ઓલ્ડ સિટીમાં પ્રવેશી અન્ો પાર્કિંગની શોધ ચાલી.
કોઈ પણ પૌરાણિક શહેરની જેમ રોડોસના પણ ઓલ્ડ સિટીની આસપાસ નવું શહેર વસી જ ગયું છે. ત્યાં રહેનારાંઓ દિવસમાં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે ઓલ્ડ સિટી જાય, પણ રહે આધુનિક રોડોસના સબર્બમાં. અમે સુલેમાન મોસ્ક પાસ્ો પાર્કિંગ કરી અન્ો હાર્બર તરફ આગળ ચાલ્યાં. આખાય શહેર પર ઓટોમાન એમ્પાયર અન્ો ટર્કિસ કલ્ચરની અસર સ્પષ્ટ નજરે પડતી હતી. કોઈ એમ કહી દે કે અમે અત્યારે ગ્રીસ નહીં ટર્કીમાં છીએ તો જરાય શંકા ન જાય. રોડોસનું પ્રતીક બની ગયેલા હરણનાં કલપ્ચર હાર્બર પર જ છે. માન્ડ્રાકી હાર્બર તરીકે ઓળખાતું આ સ્થળ
રોડોસના ઇતિહાસના દરેક ચેપ્ટરમાં મહત્ત્વનું બનીન્ો રહૃાું છે. હાર્બર પાસ્ો જ સ્ોંટ નિકોલાસ કાસલની દીવાલો છે. કિલ્લો જ આ હાર્બરની દીવાદાંડી છે.
માન્ડ્રાકી હાર્બર પાસ્ો ઊભા રહીન્ો અચાનક જ જોવા અન્ો અનુભવવા માટે એટલું બધું છે કે બધાંની વાતો બંધ થઈ ગઈ. બ્ો સ્તંભ પર હરણનાં સ્કલ્પચરની જગ્યાએ ‘કોલોસસ ઓફ રોડોસ’નું ભવ્ય સ્કલ્પચર છે. આજે આ ભવ્ય શિલ્પનું અસ્તિત્વ માત્રદંતકથા જેવું બની ગયું છે. આ શિલ્પ ૨૮૦ બીસીમાં બંધાયેલું ત્યારે ત્ો ગ્રીક ગોડ હિલિઓસની પ્રતિમા ત્ોનો ભાગ હતી. ત્ો સમયે હિલિયોસની પ્રતિમા સાથે ત્ોની હાઇટ ૧૦૮ ફૂટ હતી, આજે ત્ોન્ો સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનાં કદ સાથે સરખાવી શકાય. ત્ો સમયે આ શિલ્પ પ્રાચીન કાળનાં સ્ોવન વન્ડર્સમાંની એક હતી. આ સ્ટેચ્યુ બન્યું અન્ો સ્ોલિબ્રેટ થયું હોવાનાં ઘણા રેકોર્ડ્સ છે, પણ માંડ પચાસ વર્ષ પણ નહોતાં થયાં અન્ો ૨૨૫ બીસીમાં ભયાનક ભૂકંપમાં આ શિલ્પમાં હિલિયોસની પ્રતિમા પડી ભાંગી. ત્ો પછીનાં પાચસો વર્ષમાં શિલ્પ ફરી બનાવવાની ઘણી ચર્ચાઓ થઈ હતી. અંત્ો સાતમી સદીમાં અરબ ટોળકીઓના અટેક પછી ત્ો શિલ્પન્ો સંપ્ાૂર્ણ રીત્ો ભાંગી દેવામાં આવેલું અન્ો ત્ોના કિંમતી હિસ્સાઓ વેચી દેવાયા હતા.
ત્ો પછી ગ્રીક સાહિત્ય, કલા અન્ો સંસ્કૃતિમાં કોલોસસનાં ઘણાં વર્ઝન આવતાં રહૃાાં છે. ત્ો સમયના રોડોસનાં લોકો માનતાં હતાં કે ત્ોમણે આ વધુપડતી મોટી પ્રતિમા બનાવીન્ો ગોડ હિલિઓસન્ો ગુસ્સ્ો કરીદીધો છે. ત્યારથી ત્ો શિલ્પના ભાગ રૂપ્ો ઊભેલા પ્લેટફોર્મ જેવા સ્તંભ હજી પણ છે. બસ ત્ો બંન્ો સ્તંભ પર પગ રાખીન્ો ઊભેલા હિલિઓસની માત્ર કલ્પના જ કરવાની હતી. આજે ત્યાં બ્ો હરણ મૂકીદેવાયાં છે. કોલોસસ શિલ્પની વાર્તાએ રોડોસનું હાર્બર જાણે જીવંત બનાવી દીધું હતું.
અમે ઓલ્ડ સિટીમાં જતા પહેલાં હાર્બરનો દરિયાનો વિસ્તાર સરખી રીતે જોવા માટે અમે બોટ રાઇડ લઈ લીધી. અહીંથી રોડોસનાં બીજાં પોર્ટ સિટીઝ અન્ો બાકીના ગ્રીક આયલેન્ડ તરફ જતી મોટી ક્રુઝ અન્ો ફેરીઝ પણ છે જ. દરિયાથી રોડોસન્ો જોવાનું ઘણું ડ્રામેટિક બની ગયું હતું. અમે જે જગ્યાએ બોટમાં ચક્કર મારી રહૃાાં હતાં, એ જ રસ્તાથી ભૂતકાળમાં ટર્ક, અરબ અન્ો અન્ોક પ્રકારની આર્મીએ રોડોસ પર એટેક કરેલા. આજે એ જ વ્યુ લોકોન્ો મંત્રમુગ્ધ કરી રહૃાો છે. ત્ોમાંય સ્ોંટ નિકોલાસ કાસલ વ્યુન્ો વધુ મધ્યયુગીન લૂક આપી રહૃાો હતો. માન્ડ્રાકી હાર્બરથી વધુ સારો ઓલ્ડ રોડોસનો કોઈ એન્ટ્રી પોઇન્ટ ન હોઈ શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.