માંડવીના ખાંડ અને ખેતપેદાશોના જાણીતા વેપારીનો ટોપણસર તળાવમાં કૂદી આપઘાત

આપણું ગુજરાત

પઠાણી ઉઘરાણીથી કંટાળી મોતની છલાંગ લગાવ્યાની વેપારી આલમમાં ચર્ચા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છના બંદરીય શહેર માંડવીની જાણીતી પેઢીના વેપારીએ શહેરના ટોપણસર તળાવમાં ઝંપલાવીને આપઘાત કરી લેતાં સમગ્ર કચ્છ તેમ જ બૃહદ કચ્છના વેપારી આલમમાં શોકની લાગણી ફેલાઈ છે.
ખાંડ અને ખેતપેદાશોના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા મૃતક વેપારી આર્થિક સંકડામણમાં હોવાનું અને લેણદારો-વ્યાજખોરોની સતત પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને આપઘાત કર્યો હોવાનું શહેરના વેપારી આલમમાં ચર્ચાઈ રહ્યું છે.
માંડવીના બંદર કાંઠા પર જિતેન ટ્રેડર્સ’ નામથી પેઢી ધરાવતાં અને કે.ટી. શાહ રોડ પર શેઠવાળી શેરીમાં રહેતાં ૫૪ વર્ષીય જિતેન કાન્તિલાલ શાહે ગત ગુરુવારે સવારે ૧૧ વાગ્યાના અરસામાં ટોપણસરના નાના તળાવમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
‘આત્મઘાતી પગલું લેવા પહેલાં સવારે તેઓ પત્ની અને દીકરીને ભુજ મૂકીને સંબંધીને મળવા જાઉં છું’ કહી પરત માંડવી આવ્યાં હતા અને સીધું તળાવમાં ઝંપલાવી દીધું હતું.
લાંબા સમયથી વ્યવસાયમાં ખોટ અને માલની ખરીદી કરતા કેટલાક વેપારીઓ-ખેડૂતો પૈસા ભરતા નહીં હોવાથી પ્રતિષ્ઠિત વેપારીની આબરૂને ધક્કો લાગે તેવી પરિસ્થિતિના નિર્માણ વચ્ચે પઠાણી ઉઘરાણીના ફોન સતત ચાલુ હોવાથી ડિપ્રેશનમાં આવી જતા આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વેપારી તેમની એક પુત્રી અને તેમના પત્નીને એકલા મૂકીને જતા રહેતા તેમના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. પોલીસ ચોપડે ‘અગમ્ય કારણોસર’ આપઘાત કર્યો હોવાની નોંધ થઈ છે.
સ્વજનોના નિવેદનો નોંધ્યા બાદ જ આપઘાત અંગેનું સાચું કારણ જાણવા મળી શકશે, તેમ પીએસઆઈ બી.જે. ભટ્ટે જણાવ્યું હતું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.