મુંબઈઃ સમૃદ્ધિ હાઈવેના ઉદ્ઘાટન બાદથી અકસ્માતને કારણે આ હાઈવે ચર્ચામાં રહ્યો છે અને હવે નાગપુર-શિર્ડી સમૃદ્ધિ હાઈવે પરના એક યુવક દ્વારા કરવામાં આવેલા સ્ટન્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક હાઈવે પર આવેલા ટનલની બહાર હવામાં ગોળીબાર કરતો જોવા મળી રહ્યો છે. હવામાં ગોળીબાર કરનાર યુવક કોણ છે અને ત્યાંનો છે તે વિશેની વધુ વિગતો જાણી શકાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ હાઈવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સર્વસામાન્ય નાગરિકો માટે આ હાઈવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નાગપુર-શિર્ડી વચ્ચેના સૌથી વેગવાન હાઈવેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે અને કેટલાક અતિ ઉત્સાહી લોકો ફોટોગ્રાફી અને સ્ટન્ટબાજી કરતાં જોવા મળી રહ્યા છે. આવા જ એક અતિ ઉત્સાહી યુવકનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં યુવક રસ્તાની વચ્ચોવચ્ચ ટનલની બહાર ગાડી ઊભી રાખીને હવામાં ગોળીબાર કરતો જોવા મળી રહ્યો છે. ઉદ્ઘાટનના 24 કલાકમાં જ આ હાઈવે પર વાયફળ ટોલનાકા પાસે પહેલા એક્સિડન્ટની નોંધ કરવામાં આવી હતી અને હવે આ યુવકનો આવો જીવલેણ સ્ટન્ટનો વીડિયો સમુદ્ધિ હાઈવે સુરક્ષાના સ્તર સામે સવાલ ઉપસ્થિત કરી રહ્યો છે.
સમૃદ્ધિ હાઈવે પર યુવકનો હવામાં ગોળીબાર, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
RELATED ARTICLES