એક સારા ભારતીય નાગરિક તરીકે, આપણને આપણા મહેમાનોને ભગવાન માનવાનું શીખવવામાં આવે છે. આ સુંદર ખ્યાલ આપણી સંસ્કૃતિમાં વણાયેલો છે. આપણો દેશ અનેક પ્રસંગોએ પ્રવાસીઓ સાથે કરવામાં આવતા દુર્ભાગ્યપૂર્ણ દુર્વ્યવહારનો સાક્ષી છે. જોકે, તાજેતરની ઘટના ચોક્કસપણે આપણા દેશના ગૌરવપૂર્ણ મૂલ્યો પ્રત્યેની આપણી શ્રદ્ધાને ફરીથી જાગૃત કરી શકે છે. આ દિલને સ્પર્શી જાય એવી ઘટના ગુજરાતના ભૂજમાં બનેલી છે. યુનાઇટેડ સ્ટેટ્સની એક મહિલા ભારતમાં તેના કચ્છના પ્રવાસ દરમિયાન ટ્રેનમાં પોતાનું પાકીટ ભૂલી ગઈ હતી અને ટ્રેનમાંથી ઉતરી ગઇ હતી. તેનું પાકિટ ચિરાગ નામના એક યુવકને મળ્યું હતું. ટૂંક સમયમાં અમેરિકન મહિલાને ટૂંક સમયમાં, તેના ઇન્સ્ટાગ્રામ પર ચિરાગ નામના એક વ્યક્તિ તરફથી એક સંદેશ મળ્યો, જેણે તેને જાણ કરી કે તેને મહિલાનું પર્સ મળ્યું છએ અને તે એને પરત કરવા માગે છે. મહિલાએ ચિરાગનો મેસેજ જોયો અને તે ભુજમાં ચિરાગની રેસ્ટોરેન્ટમાં જાય છે. વીડિયોમાં અમેરિકન મહિલા ચિરાગનો આભાર માનતી જોવા મળે છે . મહિલા ચિરાગને પૈસાની ઓફર પણ કરે છે. જોકે, ચિરાગ આ નેક કામના પૈસા સ્વીકારવાનો ઇન્કાર કરે છે અને મહિલાને તેની વસ્તુ સુરક્ષિત રાખવાની સલાહ આપે છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી વાર્તામાં અમેરિકન મહિલાએ આગળ લખ્યું છે કે એક વ્યક્તિની દયાળુ ભાવનાને મેં પૈસાના ત્રાજવામાં તોળવાની ભૂલ કરી. હું કેટલી ખોટી હતી અને ભારતીયોમાં આવી દયાળુ ભાવના કેટલી સહજ રીતે વણાયેલી છે, જેનું મૂલ્ય કરવું અશક્ય છે. મહિલાના આ વીડિયોને અનેક લાઇક મળી ચૂક્યા છે. આ વીડિયોમાં જોવા મળતા ચિરાગભાઇ પણ રાતોરાત ફેમસ થઇ ગયા છે. તમે પણ આ વીડિયો જુઓ અને એક ભારતીય હોવા અંગે ગૌરવ અનુભવો.