Homeદેશ વિદેશબળાત્કાર ગુજારીને ધર્મપરિવર્તનનું દબાણ! કર્ણાટકમાં બન્યો ચોંકાવનારો કિસ્સો

બળાત્કાર ગુજારીને ધર્મપરિવર્તનનું દબાણ! કર્ણાટકમાં બન્યો ચોંકાવનારો કિસ્સો

કર્ણાટકમાં આઠમા ધોરણની વિદ્યાર્થિની સાથે પાડોશમાં રહેતા મુસ્લિમ યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બતી હતી. પોલીસે આ પ્રકરણે વધુ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તન માટે આઠમા ધોરણની વિદ્યાર્થી સાથે ફૈયાઝ મોહમ્મદ નામના યુવકે પહેલા મિત્રતા કરી હતી અને તેને સ્માર્ટફોન ગિફ્ટ કરી હતી. સગીરા ફૈયાઝ સાથે છુપાઈને વીડિયો કોલ પર વાત કરી હતી. આરોપી વિદ્યાર્થિનીના અશ્લીલ ફોટા લઈને બળજબરીથી સંબંધ બનાવવા દબાણ કરતો હતો. જ્યારે સગીરાએ ઈનકાર કર્યો તો તેની ચેટ અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. તે વિદ્યાર્થિનીને ઈસ્લામ કબૂલ કરી લગ્ન કરવાની ધમકી આપતો હતો. પોલીસે POCSO એક્ટ હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. ફૈયાઝ પહેલેથી જ પરિણીત છે અને તેને એક બાળક પણ છે.

8 નવેમ્બરના રોજ છોકરીનો પરિવાર તેને તેની દાદી પાસે છોડીને ચાર દિવસ માટે શિરડી ગયો હતો. આરોપીએ તેનો ફાયદો ઉઠાવીને 10 નવેમ્બરે તેની દાદીના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી. જ્યારે તે બેભાન થઈ ગઈ, ત્યારે ફૈયાઝે કથિત રીતે છોકરી પર બળાત્કાર કર્યો. આ પછી તેણે છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આ શરતે કે તે ઈસ્લામ કબૂલ કરશે. સગીરાના પિતાએ 19 નવેમ્બરના રોજ ફૈયાઝ વિરુદ્ધ બળાત્કાર અને બ્લેકમેઈલની ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular