Mumbai Shocker: વસઈમાં પ્લેટફોર્મ પર સૂતેલી પત્નીને જગાડીને ટ્રેક પર ફેંકી દીધી, પછી જે થયું…

આમચી મુંબઈ

વસઈ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક પતિએ પત્નીને જગાડીને ચાલતી ટ્રેન સામે ફેંકી દીધી હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મળતી માહિતી અનુસાર 30થી 35 વર્ષની વ્યક્તી તેની પત્ની અને બે બાળકો સાથે રવિવારે વસઈના પ્લેટફોર્મ પર આવ્યો હતો અને ત્યાં જ તેઓ સુઈ ગયા હતાં. સોમવારે સવારે 4.10 વાગ્યે તેણે પોતાની સુતેલી પત્નીને જગાડીને પુરપાટ ગતિથી આવી રહેલી અવધ એક્સપ્રેસ ટ્રેન સામે ફેંકી હતી.

ટ્રેનની નીચે આવતાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પત્નીને ધક્કો માર્યા બાદ આરોપી તેના બે બાળકો સાથે ફરાર થઈ ગયો હતો. પતિને પત્નીના અફેરની આશંકા હોવાથી તેણે આવું જીવલેણ પગલું ભર્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.