Homeઆમચી મુંબઈપ્રેમીએ ગર્લ ફ્રેન્ડને પાણીની ટાંકી પરથી નીચે ફેંકી ગંભીર ઈજા પહોંચાડી

પ્રેમીએ ગર્લ ફ્રેન્ડને પાણીની ટાંકી પરથી નીચે ફેંકી ગંભીર ઈજા પહોંચાડી

શ્રદ્ધા હત્યાકાંડની શાહી હજી સૂકાઇ નથી, ત્યાં જ મુંબઇમાં પોતાની બીપીઓમાં કામ કરતી ગર્લફ્રેન્ડને પાણીની ટાંકી પરથી ધક્કો મારી નીચે ફેંકવાનો બનાવ બનતા સનસનાટી મચી ગઇ છે. આ મામલે મુંબઈ પોલીસે એક 25 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
આ ઘટના રવિવારની વહેલી સવારે બની હતી. પીડિતા અને આરોપી તેના મિત્રના ઘરે દહિસર ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાયા હતા. પીડિતા પ્રિયાંગી સિંહના પિતાના જણાવ્યા મુજબ પીડિતાનો બોયફ્રેન્ડ અને આરોપી નશાની હાલતમાં હતો અને જ્યારે તેઓ ઉપનગરીય દહિસરમાં રહેણાંક મકાનની પાણીની ટાંકી પર બેઠા હતા ત્યારે તેણે પ્રિયાંગી સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેણે ગુસ્સામાં પ્રિયાંગીને ટાંકી પરથી ધક્કો મારી દીધો હતો, જેને કારણે પીડિતા 15મા માળની ઈમારતની ટેરેસ પર સ્થિત પાણીની ટાંકી પરથી 18 ફૂટ નીચે પડી ગઈ હતી અને તેને કરોડરજ્જુમાં મોટી ઈજા થઈ હતી. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સર્જરી કરવામાં આવી હતી.
પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આરોપી બોરીવલી (વેસ્ટ)નો રહેવાસી છે અને બીપીઓ કર્મચારી પણ છે, જ્યારે પીડિતા તેના પરિવાર સાથે મલાડમાં રહે છે.
મળતી માહિતી મુજબ આરોપી અને પીડિતા શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. આરોપી ત્રણ મહિના પહેલા બીપીઓ કંપનીમાં જોડાયો હતો. તેઓ વારંવાર ઝઘડતા હતા.
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધ્યો છે. ગુરુવારે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

Most Popular