Homeટોપ ન્યૂઝપ્રેમી બન્યો જલ્લાદ! પ્રેમિકાના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા, બાદમાં જંગલમાં ફેંકી...

પ્રેમી બન્યો જલ્લાદ! પ્રેમિકાના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા, બાદમાં જંગલમાં ફેંકી દીધા

મુંબઇના કૉલ સેન્ટરમાં મિત્રતાનો સંબંધ પ્રેમમાં પરિણમ્યો. પરિવારે વિરોધ કર્યો તો પ્રેમી પંખીડા દિલ્હી ભાગી ગયા, પરંતુ એક દિવસ ઝઘડો થયો અને છોકરાએ છોકરીના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. હત્યાનો આ સનસનીખેજ મામલો દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં બન્યો છે.
હત્યાની આ વાત છ મહિના જૂની છે, પણ પોલીસે હાલમાં આરોપી છોકરાની ધરપકડ કરી છે, જેનું નામ આફતાબ છે. માયાનગરી મુંબઇના કૉલ સેન્ટરમાં કામ કરતા આફતાબ અને શ્રદ્ધા મિત્રો બન્યા હતા અને ધીમે-ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. પરિવારે બંનેના સંબંધનો વિરોધ કરતા તેઓ દિલ્હી ભાગી ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ગયા નવેમ્બર મહિનામાં શ્રદ્ધાના પિતાએ દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના અપહરણ માટે FIR નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેમના પરિવારને આફતાબ પસંદ નહોતો, તેથી તેઓએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધને કારણે તેમની પુત્રી અને આફતાબ મુંબઈ છોડીને દિલ્હી આવી ગયા અને અહીં છતરપુર વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર દીકરીનો ફોટો વગેરે જોતા હતા, પરંતુ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર કોઈ અપડેટ ન આવતાં તેમણે શ્રદ્ધાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેમને નિષ્ફળતા મળી. કંઇક અમંગળ થવાની કલ્પનાથી તેઓ છતરપુરના ફ્લેટ પર પહોંચ્યા જ્યાં શ્રદ્ધા રહેતી હતી, ત્યાં પણ ઘરને તાળું હતું. ત્યાર બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શ્રદ્ધાના પિતાની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે બાતમીદાર અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આફતાબની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, શ્રદ્ધા તેના પર લગ્ન માટે સતત દબાણ કરી રહી હતી, જેના કારણે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા. આથી કંટાળીને તેણે મે મહિનામાં તેની નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી અને લાશના ટૂકડા કરી જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 18 મેના રોજ આરોપી આફતાબ અને શ્રદ્ધા વચ્ચે મારામારી થઈ હતી. શ્રદ્ધાના મોટા અવાજને દબાવવા આરોપી આફતાબે શ્રદ્ધાનું મોઢું દબાવી દીધું, જેને કારણે શ્રદ્ધાનું મૃત્યુ થયું હતું. શ્રદ્ધાને મૃત જોઇ પહેલા તો આફતાબ ગભરાઈ ગયો પણ પછીથી તેણે શ્રદ્ધાના મૃતદેહનો નિકાલ કરવાનું વિચાર્યું અને કરવતથી શ્રદ્ધાના શરીરના લગભગ 35 ટૂકડા કરી નાખ્યા. આફતાબે 18 દિવસ સુધી શ્રદ્ધાના મૃતદેહના ટૂકડાઓ એક પછી એક મહેરૌલીના જંગલોમાં ફેંકી દીધા હતા. 18 દિવસ સુધી શ્રદ્ધાના શરીરના ટૂકડામાંથી ગંધ ન આવે, એ માટે તેણે બજારમાંથી એક મોટું ફ્રીજ ખરીદ્યું અને તે ફ્રિજમાં શ્રદ્ધાના શરીરના ટૂકડા રાખ્યા હતા. રોજ રાતના તે મહેરૌલીના જંગલમાં જઇ મૃતદેહના ટુકડાઓ ફેંકી દેતો હતો, જેથી જંગલી જાનવર એ ખાઇ જાય અને તે પકડાઇ ના જાય.
કાળજું કંપાવી નાખતા આ હત્યાના કેસના આરોપીને સખત સજા કરવામાં આવે એવી જ મૃતકના પિતાની માગણી છે.

 

RELATED ARTICLES

Most Popular