રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપની સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ લગાવનારા યુવતની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે ટ્વીટ કરીને શાંતિની અપીલ કરી હતી અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ ઘટના ઉદયપુરના ઘાન મંડી થાના ક્ષેત્રમાં બની હતી. મળતી માહિતી અનુસાર મૃતકના આઠ વર્ષના દીકરાએ ભૂલથી સ્ટેટસ રાખી દીધું હતું.
મુખ્ય પ્રધાને અપીલ કરી હતી કે આ ઘટનાનો વીડિયો શેર કરીને માહોલને ખરાબ કરવાની કોશિશ ન કરે. વીડિયો શેર કરવાથી આરોપીના સમાજમાં ઘૃણા ફેલાવવાના મનસુબા કામિયાબ થઈ જશે.
