ઉત્તર પ્રદેશના અમરોહામાં બીજી વાર શારીરિક સંબંધ બનાવવા માટે પત્નીએ ઈનકાર કર્યો તો પતિએ તેની નિર્મમ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. અપરાધને છુપાવવા માટે આરોપીએ મૃતદેહને એક ગુણીમાં નાંખીને મુરાદાબાદના જંગલમાં ફેંક્યો હતો. એટલું જ નહીં આરોપીએ પત્ની ગુમ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસને બિનવારસ મૃતદેહ મળ્યા બાદ તપાસ કરવામાં આવી હતી, જે બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
અમરોહામાં બેકરી સંચાલકે પાંચ ડિસેમ્બરના સવારે ચાર વાગ્યે પત્ની સાથે સંબંધ બનાવ્યા હતાં અને થોડી વાર બાદ ફરીથી સંબંધ બનાવવા કહ્યું તો પત્નીએ ના પાડી હતી. બંને વચ્ચે આ અંગે ઝઘડા પણ થયા હતાં અને આ દરમિયાન ગુસ્સામાં યુવકે પત્નીનું રસ્સી વડે ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હતી અને મૃતદેહને પ્લાસિટકી ગુણીમાં ભરીને બાઈકથી મુરાદાબાદના જંગલમાં ફેંકી આવ્યો હતો.