માતાની હત્યા કરી તેને આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ: પુત્રની ધરપકડ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

થાણે: દોરડાથી ગળું દબાવી ૫૦ વર્ષની માતાની કથિત હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસે પુત્રની ધરપકડ કરી હતી.
કોલસેવાડી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ. જી. ગવળીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારે કલ્યાણ શહેરમાં બની હતી. આ કેસમાં આરોપી રવિ પુમની (૩૪)ની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.
નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં આવેલી ફૅક્ટરીમાં કામ કરતા રવિનો ઘરેલુ અને આર્થિક મુદ્દે માતા સાથે વારંવાર ઝઘડો થતો હતો. રવિવારની રાતે બન્ને વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી. રોષે ભરાયેલા આરોપીએ સોમવારની સવારે દોરડાથી માતાનું ગળું દબાવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ આરોપીએ બાદમાં માતાને કપડાની મદદથી સીલિંગ ફૅન સાથે લટકાવી આત્મહત્યા કરી હોવાનું દૃશ્ય ઊભું કર્યું હતું. જોકે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ આરોપીનું જુઠ્ઠાણું સામે આવ્યું હતું. આ પ્રકરણે પોલીસે પિતાની ફરિયાદને આધારે પુત્ર વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.