બ્યુટી ક્રીમ ટ્યુબમાં દાણચોરી કરેલું સોનું છુપાવીને લાવનાર જયપુર એરપોર્ટ પર પકડાયો

દેશ વિદેશ

રવિવારે જયપુર એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો ઝડપાયો હતો. કોસ્મેટિક આઈટમો (બ્યુટી ક્રીમ, મૂવ)ની 3 ટ્યુબમાં છૂપાવીને 7 સોનાના સળિયા લઈને એક યુવક જયપુર પહોંચ્યો હતો. કસ્ટમ્સની ટીમે તેને પકડી લીધો હતો. તેની પાસેથી 145.26 ગ્રામ સોનું મળી આવ્યું છે. તેની પાસેથી પકડાયેલા સોનાની બજાર કિંમત લગભગ 7 લાખ 50 હજાર 994 રૂપિયા છે. કસ્ટમ અધિકારીઓની વાત માનીએ તો આ રીતે સોનું લાવવાનો આ પહેલો કિસ્સો જયપુરમાં ઝડપાયો છે.


આરોપી યુવક ચુરુ જિલ્લાનો રહેવાસી છે. રવિવારે સવારે તે ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા દોહાથી મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈથી ફ્લાઈટ બદલીને તે એર ઈન્ડિયાની ફ્લાઇટથી રવિવારે બપોરે 1.30 વાગ્યે જયપુર પહોંચ્યો હતો.
કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે પકડાયેલા યુવકની બેગ એકવાર સ્કેન કરવામાં આવી હતી ત્યારે મશીનમાં પણ સોનું મળ્યું ન હતું. કદાચ આ જ કારણ હશે કે જ્યારે તેણે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા પછી ફ્લાઈટ બદલી તો તે પકડાયો નહીં, પણ અમારી પાસે પહેલેથી જ ઇનપુટ હતું. તેથી અમે એક્સ-રે મશીનમાં બેગની ફરી તપાસ કરી તો અમને તેમાં કેટલાક કાળા ડાઘ જોવા મળ્યા, જેના પછી અમે તેના સામાનમાં શોધ કરી. એમાં અમને એક નાની ડોલ મળી હતી, તેમાં ચોકલેટ અને કોસ્મેટિક વસ્તુઓ રાખવામાં આવી હતી. તેને છરી વડે કાપતાં મામલો ખુલ્યો હતો. તેમાંથી સોનાના સળિયાના નાના ટુકડા મળી આવ્યા હતા. યુવકે જણાવ્યું કે તે દોહામાં મજૂરીનું કામ કરે છે. એક પરિચિતે તેને આ ડોલ આપી હતી, જેમાં ચોકલેટ અને કોસ્મેટિક ક્રીમ હોવાનું જણાવ્યું હતુ. તેણે કહ્યું કે તેને ખબર નહોતી કે આ કોસ્મેટિક ક્રીમની ટ્યુબમાં સોનાના સળિયા છે. કસ્ટમ અધિકારીઓએ કહ્યું કે અમે પહેલીવાર જયપુર એરપોર્ટ પર ક્રીમની ટ્યુબમાં સોનું છુપાવવાનો મામલો પકડ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.