ભિવંડીના એક બાપે પિતા-પુત્રીના સંબંધને લજાવ્યો! છઠ્ઠા ધોરણમાં ભણતી દીકરીને મારીને મૃતદેહ સાથે આચર્યું દુષ્કર્મ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પિતા-પુત્રીના સંબંધોને લજાવે એવો કાળજું કંપાવનારો કિસ્સો થાણેના ભિવંડી વિસ્તારમાં બન્યો છે, જ્યાં પિતાએ તેની 10 વર્ષની દીકરી સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી. બાળકીએ વિરોધ કર્યો તો તેને ઢોરમાર મારીને ગળું દબાવીને નિર્મમ હત્યા કરી નાંખી અને દીકરીના મૃતદેહ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બાળકીની માતા ઘરે આવી ત્યારે તેને પણ આંચકો લાગ્યો હતો. તેણે આ ઘટનાની માહિતી પોલીસને આપી અને બે કલાકની અંદર આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપીને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ભિવંડીના પદ્માનગરમાં બનેલી ઘટનાને કારણે સ્થાનિકોમાં ગભરાટનો માહોલ છે.
સૂત્રોએ આ મામલે વધુ આપેલી માહિતી અનુસાર બાપ તેની દીકરીને એકલી જોઈને તેની સાથે હાથ મસ્તી કરવાની કોશિશ કરતો હતો અને આ મુદ્દે તેના ઘરમાં ઝઘડા પણ થતાં હતાં, પરંતુ બેરોજગાર અને દારૂડિયો આરોપી મારપીટ અને અપશબ્દો બોલતો હતો. દીકરીની માતા ઘરની નજીક આવેલા એક ગોદામમાં નોકરી કરીને ઘર ચલાવતી હતી. આ વખતે તેણે પોતાની દીકરીને એકલી જોઈને ગંદી હરકત ફરીથી કરવાની કોશિશ કરી અને દીકરીએ વિરોધ કર્યો તો ટુવાલની મદદથી ગળુ દબાવીને મારી નાંખી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.