સિલસિલો યતાવત… બેડમિન્ટન રમતા યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ
છેલ્લાં ઘણાં સમયથી એવા કિસ્સા જાણવા મળી રહ્યાં છે કે હાર્ટ ડિસિઝની કોઇ પણ હિસ્ટ્રી ન હોવા છતાં જીમમાં, ક્રિકેટ રમતા કે પછી અન્ય કોઇ એક્ટિવિટી દરમિયાન અચાનક હાર્ટ એટેક આવે છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે. આવો જ એક કિસ્સો હાલમાં હૈદરાબાદના સિકંદરાબાદમાં આવેલ લાલપેટમાં બન્યો. આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ 38 વર્ષિય શ્યામ યાદવ દરરોજની જેમ મંગળવારે સાંજે પણ ઓફિસમાંથી આવ્યા બાદ બેડમિંટન રમવા ગયા હતા. જ્યાં અચાનક તેમને હાર્ટ એટેક આવતા તેઓ જમીન પર ઢળી પડ્યાં અને બેહોશ થઇ ગયા. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. શ્યામ રોજ જે લોકો સાતે બેડમિંટન રમતા અને એ દિવસે પણ જે લોકો ત્યાં હાજર હતા એ બધાને આશ્ચર્ય થઇ રહ્યું છે કે શ્યા એકદમ ફિટ હતા તો અચાનક હાર્ટ એટેક કઇ રીતે આવ્યો? આ ઘટનાને પગલે બધાને આશ્ચર્ય થઇ રહ્યું છે.
સાવધાન… અચાનક છાતીમાં દુ:ખાવો અને ….
હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સાઓ બનતા હોય છે. પણ છેલ્લાં કેટલાંય સમયથી યુવાનોને અચાનક રમતા રમતા કે પછી જીમમાં હાર્ટ એટેક આવે છે અને તેમનું મૃત્યુ થાય છે આવા કિસ્સાઓ વધી ગયા છે. થોડા દિવસો પહેલાં અમદાવાદમાં ક્રિકેટની મેચ દરમિયાન એક વ્યક્તિનું હાર્ટએટેકથી મૃત્યુ થયું. જીએસટી કર્મચારીનું પણ મૃત્યુ થયું, બોલીંગ કરતી વખતે જીએસટી કર્મચારીની તબીયત લથડતા તે જમીન પર ઢળી પડ્યાં, રાજકોટ-સૂરતમાં પણ ક્રિકેટ રમતી વખતે બે યુવકોનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી.