બિહારના ભાગલપુર જિલ્લામાં શ્રદ્ધા મર્ડર કેસ જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં યુવકે રસ્તાની વચ્ચે મરઘા કાપવાના ચાકુ વડે મહિલાના હાથ, પગ અને સ્તન કાપીને તેની નિર્મમ હત્યા કરી હતી. મળી રહેલી માહિતી અનુસાર આરોપી શકીલની ધરપકડ કરવામાં આવી છે. ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં માહોલ ગરમાયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે મહિલા બજારથી પોતાના ઘરે જઈ રહી હતી. બદમાશે પહેલા તેને ધક્કો માર્યો હતો અને પછી તેના અંગોને કાપી નાંખ્યા હતાં.
આ પ્રકરણે પોલીસે આપેલી જાણકારી અનુસાર સિંધિયા બ્રિજ નજીક શનિવારે સાંજે નીલમ દેવી પોતાના પુત્ર સાથે ઘરે જઈ રહી હતી ત્યારે બદમાશોએ મહિલાની રસ્તા વચ્ચે નિર્મમ હત્યા કરી હતી. સ્થાનિકોએ આરોપીનું નામ શકીલ જણાવ્યું હતું, હત્યા બાદ શકીલ ત્યાંથી ફરાર થયો હતો. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો.
મૃતકના પતિ અશોક યાદવે જણાવ્યું કે શકિલ અમારા ઘરે આવતો હતો અને તે માણસ સારો ન હોવાથી અમે તેને ઘરે આવવાની મનાઈ કરી હતી.