મધ્ય પ્રદેશના રિવા જિલ્લામાં 19 વર્ષની યુવતીને તેના પ્રેમીએ રસ્તા પર ઢોરમાર માર્યો હોવાની ઘટના બની છે. આ પ્રકરણે મળી રહેલી માહિતી અનુસાર આરોપી અને યુવતી બંને એકબીજાના સંપર્કમાં હતાં. આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવાની જીદ કરી હતી, પરંતુ પીડિતાના પરિવાર આ સંબંધથી રાજી નહોતા. તેથી પીડિતાએ લગ્નનો ઈનકાર કર્યો હતો પછી આવેશમાં આવીને આરોપીએ તેની પ્રેમિકાને ઢોરમાર માર્યો હતો. મારપીટ દરમિયાન પીડિતા બેહોશ થઈ ગઈ હતી. યુવતીની હાલત જોઈને ગ્રામવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસે યુવતીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિચલ પહોંચાડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેના આધારે યુવકની ધરપકડ કરવામાં આવી છે.