Mumbai રેસ્ટોરામાં બોમ્બ પ્લાન્ટ કર્યાની ધમકી આપનારો પકડાયો

79

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી ૧૯૯૩માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકા જેવા બોમ્બધડાકા મુંબઈમાં બે મહિના બાદ થશે, એવી ધમકી આપનારા ૫૫ વર્ષના રીઢા આરોપીને મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) મલાડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ નબી યાહ્યા ખાન ઉર્ફે કે.જી.એન. લાલા તરીકે થઇ હોઇ તેણે બોમ્બધડાકા બાદ કોમી રમખાણો ફાટી નીકળશે, એવું પણ જણાવ્યું હતું.
પોલીસ ક્ધટ્રોલ રૂમની હેલ્પલાઇન પર શનિવારે રાતના અજાણી વ્યક્તિએ કૉલ કરી ધમકી આપી હતી કે ૧૯૯૩માં બોમ્બધડાકા કરાયા હતા તેવા બોમ્બધડાકા બે મહિના બાદ મુંબઈના માહિમ, નાગપાડા, મદનપુરા અને ભિંડીબજાર વિસ્તારમાં કરવામાં આવશે. ઉપરાંત મુંબઈમાં ૧૯૯૩ જેવાં કોમી રમખાણ પણ ફાટી નીકળશે. આ કામને અંજામ આપવા માટે અન્ય રાજ્યોમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે.
ક્ધટ્રોલ રૂમને આવેલા આ કૉલને ગંભીરતાથી લઇને તેની જાણ એટીએસને કરવામાં આવી હતી. આથી એટીએસની બે ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી ક્ધટ્રોલ રૂમને કૉલ કરનારા નબી યાહ્યા ખાનને મલાડ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો. મલાડ પૂર્વના પઠાણવાડી વિસ્તારમાં રહેનારો ખાન રીઢો આરોપી હોઇ તેની વિરુદ્ધ મુંબઈમાં ચોરી, વિનયભંગ, અતિક્રમણ સહિત ૧૨ ગુના નોંધાયેલા છે. ૨૦૨૧માં તેને મલાડ પોલીસે તડીપાર કર્યો હતો. ખાન વિરુદ્ધ આઝાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ તેને વધુ તપાસ માટે આઝાદ મેદાન પોલીસને હવાલે કરાયો હતો.

દક્ષિણ મુંબઈની રેસ્ટોરાંમાં બોમ્બની ધમકી: યુવકની ધરપકડ
મુંબઈ: દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરાંમાં બોમ્બની ધમકી આપતો કૉલ ક્ધટ્રોલ રૂમને કરીને પોલીસની દોડધામ વધારનારા યુવકની રવિવારે ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પકડાયેલો યુવક માનસિક રીતે અક્ષમ છે અને તે બેરોજગાર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. રેસ્ટોરાંની બહાર યુવક સાથે કંઇક બન્યું હશે જેને કારણે તેણે કૉલ કરીને બોમ્બની ધમકી આપી હશે, એવું પોલીસનું કહેવું છે.
વી.પી. રોડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ મળસકે ત્રણ વાગ્યાની આસપાસ પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કર્યો હતો અને કોલાબાની જાણીતી રેસ્ટોરાંમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ટોરાંમાં તપાસ કરી હતી. જોકે ત્યાંથી કોઇ વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ મળી ન આવતાં બોમ્બની વાત અફવા સાબિત થઇ હતી. (પીટીઆઇ)
ક્ધટ્રોલ રૂમને જે નંબર પરથી કૉલ કરવામાં આવ્યો હતો એ નંબર પોલીસે ટ્રેસ કર્યો હતો અને એક કલાકમાં જ યુવકને તાબામાં લેવાયો હતો. તેની વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!