અબોલ જીવ પર અવારનવાર હુમલા થતા રહે છે ત્યારે હવસની આગમાં લોકો નિર્દોષ પ્રાણીઓને પણ બક્ષતા નથી. મહારાષ્ટ્રના નાગપુરમાં ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં દારૂના નશામાં એક યુવકે શ્વાન પર રેપ કર્યો હતો.
નાગપુરના હુડકેશ્વરમાં શાહુનગરના ક્રિકેટના મેદાનમાં એક રખડતા કૂતરા પર 40 વર્ષીય વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેટલાક યુવકો અહીં ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન પરિસરમાં રહેતો એક વ્યક્તિ નશાની હાલતમાં અહીં પહોંચ્યો હતો અને એક રખડતા કૂતરા સાથે શરમજનક કૃત્યો કરવા લાગ્યો હતો.
દારુ અને હવસના નશામા ભાન ભૂલેલો યુવાન જ્યારે શ્નાન પર યૌન હુમલો કરી રહ્યો હતો ત્યારે ત્યાં ક્રિકેટ રમી રહેલા યુવાનો યુવાનને રોકવાને બદલે જાણે કોઈ સારુ કામ કરતા હોય તેમ વીડિયો બનાવવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બિનસરકારી સંસ્થાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શરમજનક કૃત્ય! દારૂના નશામાં શ્વાનને બનાવ્યો હવસનો શિકાર
RELATED ARTICLES