નાગપુરઃ નાગપુરના ચંદ્રપુર જિલ્લામાં છેલ્લાં કેટલાય સમયથી માનવ અને પશુ વચ્ચેના સંઘર્ષના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે એવામાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર અમુક વાઘને ચંદ્રપુરના જંગલની નજીક આવેલા નવેગાંવ-નાગઝિરા ટાઈગર રિઝર્વ (NNTR)માં ખસેડવાની મંજૂરી આપવામાં આવી છે, એવી માહિતી એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર 2022માં માનવ અને વાઘ વચ્ચેના સંઘર્ષમાં 53 જણના મૃત્યુ થયા હતા અને તેમાંથી એકલા 20 જણના મૃત્યુ તો બ્રહ્મપુરી વન મંડળમાં નોંધાય છે.
ચંદ્રપુર ક્ષેત્રના મુખ્ય વન સંરક્ષક પ્રકાશ લોણકરે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે માણસ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષને રોકવા માટેની સ્ટ્રેટેજી તૈયાર કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ વાઘને અન્યત્ર ખસેડવાનો અને તેના પુનર્વાસ સિહત અન્ય ઉપાયયોજના માટેનો પ્રસ્તાવ સંબંધિત વિભાગને મોકલવામાં આવ્યો છે.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે NTCAએ હાલમાં જ ચંદ્રપુરના બ્રહ્રપુરી મંડળમાંથી કેટલાક વાઘને પડોશી જિલ્લા ભંડારા અને ગોંદિયામાં આવેલા નવેગાંવ-નાગઝિરા ટાઈગર રિઝર્વ (NNTR)માં ખસેડવાની વાતને મંજૂરી આપવામાં આવી છે. આ મંડળમાંથી ચારથી પાંચ વાઘને (NNTR)માં ખસેડવા માટેની આવશ્યક પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે.
માનવ-વાઘ વચ્ચેના સંઘર્ષને રોકવા NTCAનો મહત્ત્વનો નિર્ણય, 2022માં 53નો લેવાયો ભોગ
RELATED ARTICLES