પ. બંગાળમાં સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થાંમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા મોંઘવારી ભથ્થા જેટલું જ મોંઘવારી ભથ્થું મેળવવાની માગણી કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે. આ અંગે પ. બંગાળના મઉખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે જો વિરોધીઓ તેમનું માથું કાપી નાખે તો પણ, સરકાર કેન્દ્ર સરકારની સમાન રીતે રાજ્ય સરકાર તેમને મોંઘવારી ભથ્થું (ડીએ) પ્રદાન કરી શકશે નહીં.
વિધાનસભાના વિસ્તૃત બજેટ સત્રમાં બોલતા, બેનર્જીએ કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારોના પગાર માળખામાં તફાવતનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર પહેલાથી જ તેના કર્મચારીઓને 105 ટકા ડીએ આપી રહી છે.
તેમણે આંદોલનકારીઓને સવાલ કર્યો હતો કે તેમને (આંદોલન કરનારા સરકારી કર્મચારીઓ) કેટલું જોઈએ છે? કેટલા વધારાથી તેમને સંતુષ્ટી થશે? મહેરબાની કરીને મારું માથું કાપી નાખો અને પછી આશા છે કે તમે સંતુષ્ટ થશો… જો તમે મને પસંદ નથી કરતા, તો મારું માથું કાપી નાખો. પણ તમને મારી પાસેથી વધુ મળશે નહીં.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં સંગ્રામી જુથ મંચ (યુનાઈટેડ સ્ટ્રગલ ફોરમ) સહિત રાજ્ય સરકારના કર્મચારીઓના વિવિધ સંગઠનો કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમાન ડીએ વધારવા માટે આંદોલન કરી રહ્યા છે.
મારું માથું કાપી નાખો તો પણ… મોંઘવારી ભથ્થા પર મમતા બેનર્જીએ કહ્યું કંઇક એવું
RELATED ARTICLES