Homeટોપ ન્યૂઝપ્રધાનથી થઈ ભૂલ, પણ હું માંગુ છું માફી! જાણો શા માટે 'દીદી'...

પ્રધાનથી થઈ ભૂલ, પણ હું માંગુ છું માફી! જાણો શા માટે ‘દીદી’ એ કહ્યું આવું

પશ્ચિમ બંગાળના પ્રધાન અખિલ ગિરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અંગે કરેલી વાંધાજનક ટિપ્પણી પર સીએમ મમતા બેનર્જીએ મૌન તોડતાં જણાવ્યું હતું કે, પ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ માટે કરવામાં આવેલા નિવેદનની હું ટીકા કરું છું અને તેના વતી હું માફી માંગુ છું.

અખિલ ગિરીને ચેતવણી આપતાં મમતા દીદીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં જો આવા નિવેદનો કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે અને બંગાળ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે .

નોંધનીય છે કે ગિરીને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના દેખાવ પરની ટિપ્પણી માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેમની ટિપ્પણીઓની વીડિયો ક્લિપ વાયરલ થયા પછી, ગિરીએ તેના માટે માફી માંગી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અખિલ ગિરીના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું હતું અને ભાજપે રાજભવન જઈને  પ્રધાનને બરતરફ કરવાની માંગ કરી હતી.

મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, “હું વ્યક્તિની બાહ્ય સુંદરતામાં વિશ્વાસ નથી કરતી. માત્ર બહારના દેખાવથી કશું થતું નથી. અખિલે અન્યાય કર્યો છે. હું નિંદા કરું છું. હું મારા ધારાસભ્યના નિવેદનથી દુઃખી છું અને માફી માંગુ છું. મને રાષ્ટ્રપતિ માટે ખૂબ માન છે. પીએમ હોય કે રાષ્ટ્રપતિ, હું કોઈના પર અંગત રીતે કંઈ બોલતી નથી.” તેમણે કહ્યું કે પાર્ટી દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી છે. પાર્ટીએ પણ નિંદા કરી છે. ભવિષ્યમાં જો કોઈ ઘટના બનશે તો અમે કાર્યવાહી કરીશું.

RELATED ARTICLES

Most Popular