આ સાઉથ એક્ટરની ધરપકડ! એક્ટ્રેસની જાતિય સતામણી મામલે પોલીસ કરશે પુછપરછ, જાણો શું છે આખો મામલો

દેશ વિદેશ

Kerala: જાતિય સતામણી મામલે સાઉથ એક્ટર વિજય બાબુની સોમવારે સવારે પોલીસે ધરપકડ કરી છે. 22 જૂનના દિવસે કેરળ હાઈ કોર્ટે તેને જામીન આપ્યા હતાં. સૂત્રો દ્વારા તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આ મામલે એક્ટરને જામીન મળી ગયાં હતાં, પરંતુ તપાસ કરનારી ટીમને સહયોગ આપવો પડશે. વિજય બાબુની તપાસ માટે બનાવવામાં આવેલી ટીમ સોમવારથી લઈને ત્રીજી જુલાઈ સુધી સવારે નવથી છ વાગ્યા સુધી પુછપરછ કરશે. આ વર્ષની શરૂઆતમાં વિજય બાબુ પર એક એક્ટ્રેસે જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
ફરિયાદમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, કોચીના એક ફ્લેટમાં તેની સાથે વારંવાર મારપીટ થતી હતી. તેણે ફિલ્મોમાં રોલ ઓફર કરવાનું બહાનું આપીને યૌન શોષણ કર્યું હતું. અભિનેત્રીની ફરિયાદના આધારે એર્નાકુલમ પોલીસે વિજય બાબુ સામે ગુનો નોંધ્યો હતો. જે બાદ કથિત રીતે વિજય દુબઈ ભાગી ગયો હતો અને જુન મહિનાની શરૂઆતમાં પાછો આવ્યો હતો.
મહત્ત્વની વાત એ છે કે વિજય બાબુ પર પીડિત અભિનેત્રીના નામનો ખુલાસો કરવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વિજય જ્યારે ફેસબુક પર લાઈવ આવ્યો હતો ત્યારે તેણે તે અભિનેત્રીનું નામ લીધું હતું.
એક રિપોર્ટમાં એમ જણાવાયું હતું કે પીડિત વિજય બાબુ છે અને તે હવે અભિનેત્રી પર માનહાનિનો કેસ દાખલ કરશે. વિજય બાબુએ એમ પણ કહ્યું હતું કે, પીડિતાનું નામ જાહેર કર્યા બાદ તેનું પરિણામ ભોગવવા પણ તૈયાર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.