ગ્રહ શુક્ર ભૌતિક સુખ, સંપત્તિ, પ્રેમ, રોમાંસ, સુંદરતા, આકર્ષણ અને ખ્યાતિ લઈ આવે છે. આ જ કારણ છે કે જો તમને જીવનમાં આ બધી વસ્તુઓ જોઈતી હોય તો તમારા કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોવી ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે. આ સાથે સાથે j સમય સમય પર થતા શુક્રની રાશિ પરિવર્તનની તમામ 12 રાશિઓના જીવન પર મોટી અસર જોવા મળે છે. આગામી 6 એપ્રિલ 2023ના રોજ શુક્ર પોતાની રાશિ બદલીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિમાં શુક્રનો પ્રવેશ માલવ્ય રાજયોગ બનાવશે. માલવ્ય રાજયોગ આ 3 રાશિના લોકોને ખૂબ જ શુભ પરિણામ આપશે. આવો જોઈએ કઈ છે આ ત્રણ રાશિઓ…
મેષઃ
શુક્રના ગોચરથી બનેલો માલવ્ય રાજયોગ મેષ રાશિના જાતકોને ખૂબ જોરદાર લાભ આપનાર નીવડશે. ગમે ત્યાંથી ઘણા પૈસા મળી શકે છે. આ સમયગાળા કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે. મોટા નિર્ણયો લઈ શકશો. કરિયરમાં પ્રગતિ થશે અને પૈસા બચાવવામાં પણ સફળ આ રાશિના જાતકોને સફળતા મળશે.
કર્કઃ
શુક્રનું ગોચર કર્ક રાશિના જાતકોને વિવિધ પ્રકારના લાભ આપશે. કોઈ ઈચ્છા પૂરી થશે તો આનંદ અનુભવશો. તમે નવી ઘર-કાર અથવા અન્ય કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો. પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થઈ શકે છે. કરિયરમાં પ્રમોશન મળવાની, પગારમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. વેપાર-ધંધામાં લાભ થાય.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર કરિયરમાં ઉન્નતિ અને નાણાકીય લાભનો મજબૂત સંયોગ બનાવી રહ્યો છે. આ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. પૈસા ગમે ત્યાંથી મળી શકે છે. નોકરી બદલી શકો છો. વેપારમાં નવા કામની શરૂઆત થઈ શકે છે. તમને કેટલીક સારી તકો મળશે જે ફાયદાકારક સાબિત થશે.