સોશિયલ મીડ્યા પર મલાઈકા અરોરાની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે અને તે અવારનવાર ફોટો અને વીડિયો પોસ્ટ કરીને ફેન્સના હોંશ ઉડાવતી હોય છે. આ વખતે મલાઈકાએ પોતાનો વર્કઆઉટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને તેને કારણે ઈન્ટરનેટનું તાપમાન ખૂબ જ વધી ગયું છે.
View this post on Instagram
મલાઈકાએ કેપ્શનમાં લખ્યું છે કે કઈ રીતે વર્કઆઉટ કરીને એને પાવરફૂલ ફીલ થાય છે અને તેને લાગે છે કે તેની મહેનત રંગ લાવી છે. તેણે આગળ કેપ્શનમાં એવું પણ લખ્યું છે કે આજે 2022નો છેલ્લો સોમવાર છે અને મારી પાસે લોકો માટે એક મંત્ર છે કે હું શક્તિશાળી છું અને હું આમ જ મારી જાતને પ્રેમ કરું છું.
એટલું જ નહીં પણ મલાઈકાએ ન્યુયર માટે લોકોને એવું કહ્યું છે કે આ વર્ષની સફળતાઓને યાદ રાખો અને આવનારા સમયમાં તમે જે કંઈ પણ પ્રગતિ કરવા જઈ રહ્યા છો એનો આનંદ ઉઠાવો. લોકોએ મલાઈકાના ફિટ એન્ડ ફાઈન રહેવાના જુસ્સાના ખૂબ જ વખાણ કર્યા છે. અનેક યુઝર્સે મલાઈકા માટે હાર્ટવાળા ઈમોજી અને ફાયરવાળા ઈમોજી પણ પોસ્ટ કર્યા છે.