હંમેશા પોતાના હોટ અને સિઝલિંગ આઉટફિટથી ફેશન જગતમાં હલચલ મચાવનાર મલાઈકા અરોરા ફરી એકવાર તેની કાતિલ અદાઓને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે. વાઈરલ થયેલાં એક વીડિયો મલાઈકા બેકલેસ ગાઉનમાં હોટનેસ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
એક એવોર્ડ ફંક્શનમાં મલાઈકા અરોરા બ્લેક વેસ્ટ કટ ગાઉનમાં કહેર મચાવતી જોવા મળી હતી. એટલું જ નહીં મલાઈકા બેકલેસ ગાઉન પહેરીને પોતાનું બેક ટેટૂ પણ ફ્લોન્ટ કર્યું હતું. આ આઉટફિટ સાથે તેની સિલ્વર પોની ખૂબ જ અદ્ભુત લાગી રહી હતી, પરંતુ એવું લાગે છે કે મલાઈકાની આ બધી મહેનત સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, કારણ કે મલાઈકાનો આ આઉટફિટ ઉર્ફી જાવેદના આઉટફિટ સાથે મેળ ખાતો હોય તેવું લાગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદે મહિનાઓ પહેલા આ જ સ્ટાઈલનું ગાઉન પહેર્યું હતું. જ્યારે મલાઈકા અરોરા આવું જ સિમિલર ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી તો બધાને ઉર્ફીની યાદ આવી ગઈ હતી અને લોકોએ સોશિયલ મીડિયા પર તેને એના માટે ટ્રોલ પણ કરવા લાગ્યા હતા. જોકે કેટલાક લોકોને મલાઈકા અરોરાનો આ આઉટફિટ પસંદ નહોતો આવ્યો વળી તો કેટલાક લોકોએ તેને કોપી કરવા બદલ ટ્રોલ કરી હતી.
મલાઈકા અરોરાએ મિનિમલ મેકઅપ અને બ્રેસલેટ પહેરીને તેના લૂકને કમ્પલિટ કર્યો હતો. હવે વાત કરીએ એવા ટ્રોલર્સની તો જેઓ મલાઈકાના કપડા પર પોતાની કોમેન્ટ આપી રહ્યા છે. મલાઈકાની તસવીરો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું- ઉર્ફીની મમ્મી… જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે તે ઉર્ફીને ફોલો કરી રહી છે. વળી એક બીજા યુઝરે તો એવું લખ્યું હતું કે તને શું થયું છે, તને આ બધું કરવાની જરૂર નથી. તું કોઈપણ રીતે સુંદર લાગે છે….