મલાઈકા અરોરા હંમેશા જ તેના ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે અને તેના જિમ લૂકથી લઈને એરપોર્ટ લૂક સુધીના તમામ લૂક એકદમ અફલાતૂન હોય છે. મલાઈકાને બ્રાન્ડેડ વસ્તુઓ અને મોંઘા કપડાંનો ભારે શોખ છે એ વાતથી તો બધા જ પરીચિત છે. તેના એક સાવ સાદા અને નોર્મલ દેખાતા ટી-શર્ટની કિંમત હજારો રૂપિયાથી લઈને લાખો સુધીની છે.
હાલમાં આ અભિનેત્રી ફરી એક વખત ચર્ચામાં આવી હતી. એરપોર્ટ પર મલાઈકા એક બ્લેક કલરની ટોટ બેગ સાથે જોવા મળી હતી અને બસ આ બેગને કારણે જ તે ચર્ચામાં આવી હતી. બેગ સિવાય મલાઈકાએ પહેરેલાં કપડાં અને એસેસરીઝની કિંમત પણ જો તમે સાંભળશો તો તમારી આંખો પહોળી થઈ જશે.
મલાઈકા બી-ટાઉનનું એક એવું નામ છે કે જે ફેશન અને સ્ટાઈલમાં સૌથી આગળ રહે છે. હાલમાં જ જ્યારે તેણીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી ત્યારે તે બ્લેક અટાયરમાં જોવા મળી હતી. જોકે દેખાવમાં તેનો લુક ખૂબ જ સિમ્પલ લાગતો હતો, પરંતુ દરેક વસ્તુની કિંમત સાંભળશો તો તમે ચોંકી ઉઠશો. મલાઈકાએ એરપોર્ટ લુક માટે બ્લેક બોડીહગિંગ ટોપ અને મેચિંગ રિલેક્સ્ડ ફીટ પેન્ટ પર પસંદગી ઉતારી હતી. જેની સાથે કાળી બેગ, કેપ અને સફેદ શૂઝ પહેર્યા હતા.
બીજી તરફ મલાઈકાએ પણ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે હાથમાં બ્લેક કલરની ટોટ બેગ લીધી હતી. જે તેણે લક્ઝરી બ્રાન્ડ યવેસ સેન્ટ લોરેન્ટની હતી. બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ પર આ મેક્સી શોપિંગ બેગની કિંમત 4,03,051.95 રૂપિયા જણાવવામાં આવી છે. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે આ હેન્ડબેગની માત્ર મલાઈકા જ નહીં પરંતુ અનન્યા પાંડે, પૂજા હેગડે અને મૌની રોયથી લઈને સેલેબ્સ પણ દિવાની છે.
એક પછી એક મોંઘી બ્રાન્ડ્સ વચ્ચે ઘેરાયેલી મલાઈકા અરોરા તેના આ એરપોર્ટ લૂકમાં ખૂબ જ ખૂબ જ ક્લાસી દેખાતી હતી. તેણે આ પોશાક સાથે સફેદ શૂઝ પહેર્યા અને તેના માથા પર બેઝબોલ કેપ લગાવી. આ સાદી દેખાતી કેપ પણ બ્રાન્ડેડ હતી. જેની કિંમત રૂ. 30,603.14 હતી.